________________
વાણીનો સિદ્ધાંત
૧૦
વાણીનો સિદ્ધાંત
એવું છે ને, આ તો પોતાને બોલવું હોય તો ય બોલાય નહીં. એવું નથી બનેલું ?
પ્રશ્નકર્તા: હા, કેસ તૈયાર કરીને જાય છતાં ય ત્યાં ના બોલાય. અને કોઈ વખત વગર તૈયારીએ સારું જ બોલાઈ જાય.
દાદાશ્રી : માટે આ ટેપરેકર્ડ બોલે છે. આ તો ફક્ત અહંકાર કરે છે કે હું બોલ્યો !” આ અમે એકલાં જ બોલ્યા છીએ કે ‘આ ટેપરેકર્ડ બોલે છે.’
ક્યું સાચું ?
પ્રશ્નકર્તા ઃ એકે ય નહીં.
દાદાશ્રી : એકે ય સાચું નહીં ? એવું કેમ કહેવાય ? હું ચંદુલાલ છું ને હું વકીલ છું, બન્ને ખરું જ છે ને ! હવે દેહ ચંદુલાલ હોય તો નામ પાડવાની શી જરૂર જ હતી ?
પ્રશ્નકર્તા : વ્યવહાર સમજવા માટે નામની જરૂર ને ?
દાદાશ્રી : હા. પણ આ ‘ચંદુલાલ છું’ એવું જો એ કહે, તો પછી નામની જરૂર નથી. નામ કહે તો ચંદુલાલની જરૂર નથી. એટલે આ તો વકીલ જુદા છે, ચંદુલાલ જુદા છે, સહુ સહુના સ્થાન ઉપર જુદું જુદું દેખાય.
સાસરીમાં જાય ત્યારે ‘ફુવા આવ્યા’ કહેવાશે. મોસાળમાં જાય ત્યારે કહેશે, “ભાણા આવ્યા. સાસરીમાં જાય તો “જમાઈ છું કહેજે ! અને બેન પૈણાવી હોયને ત્યાં જાય, ને ત્યાં કહે કે ‘હું જમાઈ છું', તો ? ના ચાલે. ત્યાં તો કોણ આવ્યા ? “મેરે સાલે આયે” કહેશે. ત્યાં તમે એવું કહો કે, “આ ના ચાલે(?) મને સાલે, સાલે નહીં કહેવાનું.” તો ચાલે ? ના. સાલા છો એમાં વાંધો ક્યાં આવે છે ?” કહેશે. માટે આ બધું સાપેક્ષ જગત છે. માટે અંબાલાલે ય ભેગા નથી ને આ વાણી ય ભેગી નથી, આ મન ભેગું નથી ને બુદ્ધિ ભેગી નથી. બધું સહુ સહુની અપેક્ષાએ, બધા પોતપોતાના રિલેટિવના આધારે છે. બસ, થીયરી ઓફ રીલેટિવિટી એને’ એડજસ્ટ થાય છે !
કોઈ કહેશે, “આ લાઈન મોટી છે ને ?” ત્યારે બધા શું કહે ? મોટી પણ શેના આધારે મોટી ? બીજી નાની લાઈન ચીતરો તો મોટી કહેવાય. અને માટે આ થીયરી ઓફ રિલેટિવિટીના આધારે છે.
પ્રશ્નકર્તા : અંબાલાલ પટેલને કે જ્ઞાનીને આ ટેપરેકર્ડ બોલવામાં સહારો લેવો પડે છે ?
દાદાશ્રી : સહારો લેવો ના પડે. આ ટેપરેકર્ડ તો એની મેળે જ બોલ્યા કરે.
નિરંતર આ વાણી, એક જ પ્રકારની ! પ્રશ્નકર્તા : ચોવીસ કલાકમાં ‘દાદા ભગવાન'ની વાણી બોલાય છે ને વચ્ચે કોઈ વખત વ્યવહારિક ચર્ચા થાય છે, તો તે અંબાલાલ મૂળજીભાઈની વાણી બોલાય છે ? કયા સમયે દાદા ભગવાનની વાણી હોય છે ? ને કયા સમયે આપની વાણી બોલાય છે ?”
દાદાશ્રી : વાણી એક જ પ્રકારની. એ તો તમને એમ લાગે કે આ આના અંગે છે અને આ આના અંગે છે. વાણી બધી ઓરિજિનલ ટેપરેકર્ડ છે. માલિકી વગરની વાણી છે. એટલે વાણીનો માલિક જ ના રહ્યો ને ! આ બધા બોલે છે, આ આચાર્ય મહારાજ બોલે છે, એ ય ટેપરેકર્ડ જ છે. પણ એમને ખબર નથી. એમને અહંકાર છે. અહંકારવાળો શું કહે ? “મી બોલલા, મી ચાલલો, મી બોલલો.’ આ તો અમારી શોધખોળ છે, બિલકુલ નવી શોધખોળ છે કે વાણી એ ઓરિજિનલ ટેપરેકર્ડ છે.
આ અંબાલાલ મૂળજીભાઈની જુદી વાણી અને ‘દાદા ભગવાનની જુદી વાણી એવું કશું જ નહીં. આ તમે બોલો છો તે ય ટેપરેકર્ડ છે. એટલે મને પૂછવાની જરૂર નથી કે આ અંબાલાલ મૂળજીભાઈ બોલે છે કે નહીં, તે ? મારા જ્ઞાનમાં જ આવી ગયેલું કે આ બોલવું એ બધી ટેપરેકર્ડ જ છે અને આ અહંકાર ઊડી ગયો, બોલનારો ઊડી ગયો.
અમને એ ભૂમિકા યાદ જ ના હોય. ‘અમે’ અમારા સ્વરૂપમાં જ રહીએ. આ તમારી જોડે વાત કરીએ એટલો વખત અહીં આવવાનું, તે