________________
વાણીનો સિદ્ધાંત
૧૦૫
ફલાણા બેઠાં છે, એવું આ અમે કેવળજ્ઞાનમાં જોઈને કહીએ છીએ. અને આ બધા તમારા જવાબ આપીએ છીએ, તમારે જે પૂછવું હોય એ પૂછો. ભગવાન શું છે ? કેવી રીતે આ જગત બનાવ્યું ? કેવી રીતે જગત ચાલે છે ? આ બધું શું છે ? આ અહીં યથાર્થ વસ્તુ છે, જેમ છે તેમ જ છે. એમાં કંઈ ફેરફાર ના થાય, એવી વાત છે આ. વાસ્તવિકતા એટલે રિયાલિટી. અને આ નવી વસ્તુ, તદન નવી વસ્તુ છે.
મુંબઈનું ઝવેરીબજાર ફોટામાં જોયેલું હોય અને જાતે જોયેલામાં ફેર નહીં ?
પ્રશ્નકર્તા : ઘણો ફેર !
દાદાશ્રી : એવું જાતે જોયેલું હોય એવું બધું દેખાય. હરેક વસ્તુ દેખાય. તમે તો ફોટામાં જોઈને ફર્યા કરો છો. ઝવેરીબજાર જાતે જુઓને ! પ્રશ્નકર્તા : ફોટામાં જોયું હોય તો ખબર પડે. નહીં તો એની ય ખબર ના પડે.
દાદાશ્રી : હા. નહીં તો એની ય ખબર ના પડે. આ મેં જાતે જોયેલું છે. આ આંખે જોયેલું નથી, આ આંખે એ ના દેખાય. અંદરની આંખથી બધું જગત જોઈને કહીએ. તો એના જેવું તો એકુંય એક્ઝેક્ટ પુરાવો ના આવે ને !
નથી આધાર કો' પુસ્તકતો !
પ્રશ્નકર્તા : આમ કહો છો કે અમે જોઈને બોલીએ છીએ અને બીજી બાજુ કહો છો કે આ ટેપ બોલે છે.
દાદાશ્રી : એ તો આમ સમજાવવા માટે કહેવું પડે કે આ શામાંથી બોલું છું ? પુસ્તકનું છે કે આ બીજું શું છે ? હું પુસ્તકના જવાબ આપું તો ખાલી થઈ જાય ને ? પુસ્તકનો એન્ડ આવે છે.
પ્રશ્નકર્તા : છતાં જવાબ તો બધા પુસ્તક જેવા જ આવે છે. દાદાશ્રી : ના. પુસ્તકોનો એન્ડ આવે. પુસ્તક કંઈ ખોટું હોતું નથી.
૧૦૬
વાણીનો સિદ્ધાંત
પણ પુસ્તકની બહારના પ્રશ્નો હોય ત્યાં પુસ્તકનો એન્ડ આવે.
અમે વીસ વર્ષ ઉપર બોલ્યા હોઈએ, તેના એકે એક શબ્દનું એકસ્પ્લેનેશન આપવા આજે તૈયાર હોઈએ. અમે જવાબદાર છીએ. છતાં ય પણ કેવળજ્ઞાન નથી અમને. ચાર ડિગ્રી ઊભું છે અમારું કેવળજ્ઞાન !
મારી જોડે રહીને ઘણાં સાયન્ટિસ્ટો, અમુક વિચારક માણસો મને પૂછે છે કે ‘તમે આ બધું ક્યાંથી બોલો છો ?” મેં કહ્યું, ‘હું નજરે જોઈને બોલું છું આ. પુસ્તકનું વાંચેલું બોલતો નથી. હું પુસ્તકના જવાબ નથી આપતો. એક શબ્દ ય મારો પુસ્તકનો નથી.' કોઈ વાક્યનો, કોઈ પુસ્તકનો આધાર નથી. આ સાચી વાત છે, કરેક્ટ વાત છે. આ હું જેટલી વાત બોલું છું, એ બધી અપૂર્વ વાત છે જ્ઞાન પૂર્વનું, તેનું તે જ છે. જ્ઞાનમાં ફેર નથી. પ્રકાશમાં ફેર નથી. વાસ્તવિક સમજાવવામાં ફેર છે. આ વાત એક્ઝેક્ટ સમજાઈ જાય માણસને કે જગતની બાજી આવી છે.
આ એકે એક શબ્દ અમારી જવાબદારી પર બોલીએ છીએ. ત્રિકાળ સત્ય હોય છે, એવું વાક્ય છે અમારું. એટલે જ તો આ ટેપમાં ઊતર્યું છે બધું. એમાંથી આ બધી ચોપડીઓ લખાઈ છે. જોઈ, અનુભવી ને પછી આ વાણી નીકળી છે અને તો જ માણસ સર્વ દુ:ખથી મુક્ત થાયને !
...ચેકો મારી શકશે નહીં કોઈ, આ વાતને !
આ છેલ્લી વાત છે. વર્લ્ડમાં કોઈ ચેકો ના મારી શકે એવી વાત
છે આ. એટલે કાયમને માટે પરમેનન્ટ સત્ય અને આ તો બધું ટેમ્પરરી સત્ય, ટેમ્પરરી એડજસ્ટમેન્ટ. આ તો ઉપાય કહેવાય બધા અને તે જુદા જુદા હોય અને આ તો એક જ ઉપાય બધાને માટે. અને આ તો ઉપાય પણ નહીં, ઉપેય ! જેનો ઉપાય ન કરવો પડે તે, ઉપય !
એટલે આ વાત જેટલી હું બોલું છું ને, તે આ જ અઠ્ઠાવીસ વર્ષ થયાં વાત બોલેલો, એક એક શબ્દ આ (ટેપ)માં ઉતારી લેવાનાં. સવારમાં બોલું, સાંજે, ગમે તે ટાઈમે, એક વાક્ય નકામું ગયું નથી. આ તો
જ્ઞાનમંદિર છે. ભવિષ્યમાં લાખો વર્ષ પછી ચેકો મારનાર હોય તો