________________
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
બાકી તમારી ભૂલ ના હોય.
દાદાશ્રી : તે ય પાછું હું કહી આપું કે આ ટેપરેકર્ડમાં ભૂલ નથી ને એ રીસીવરમાં ભૂલ છે.
સીંચ્યાં સરખાં, તો ય ભિન્ન ફળ ! પ્રશ્નકર્તા : આપ જે વાત કરો છો, એ વાત બધાને સરખી પહોંચે છે ઘણી વખત.
દાદાશ્રી : બધાને સરખી વાત ના પહોંચે, કોઈ દહાડો ય ના પહોંચે. સરખી સંભળાય ખરી, પણ સરખી પહોંચે નહીં.
પ્રશ્નકર્તા: આપે કહ્યું કે સ્પેસ બધાને અલગ અલગ છે અને છતાં કોઈ વખત કોઈ વાત બધાને એક સાથે સરખી સમજાય છે, તો એ કેમ બને !
દાદાશ્રી : સરખી તો કોઈ દહાડો સમજાય જ નહીં. થોડો થોડો ડીફરન્સ હોય જ. વાત એક જ પ્રકારની હોય, જેમ પાણી મીઠું હોય છે. પણ લીમડો હોય, તેને એ જ પાણી આપે તો ય લીમડો કડવો થઈ જાય. આંબો મીઠો થાય છે. પણ પાણી એક જ પ્રકારનું.
સીંચ્યું, ઉપરથી ઊતરી નીચે ! પ્રશ્નકર્તા: દાદાને જે જ્ઞાન થયું છે, એ આખી વસ્તુ આમ ઝીણામાં ઝીણી રીતે વિચાર કરીએ તો પણ એક્કેક્ટ પકડાતી નથી.
દાદાશ્રી : પકડાય નહીં. આ એટલી બધી ટોપ ઉપરની વાત છે કે મારે નીચે ઉતરીને વાત કરવી પડે છે. એટલું બધું ટોપ ઉપર આ જ્ઞાન છે. આ નીચે ઉતરીને વાત કરીએ ત્યારે આટલું સમજણ પડે છે, આ લોકોને. તો ય હજુ પૂરેપૂરી સમજણ પડતી નથી. ટોપ ઉપરની વાત કહું તો તો અક્ષરે ય ના સમજણ પડે.
તો આ બહાર બધે અને આપની પાસે, આ દાદા તો જે માણસ જે લેવલ પર હોય, તે લેવલ પર આવીને વાતની સમજણ પાડે છે.
દાદાશ્રી : હા, તે લેવલ પર આવીએ, નહીં તો માણસ ફ્રેકચર થઈ જાય ને ! અમારી વાણી સમજી ના શકે ને, કોઈ ! અમારી સીધી વાણી જ સમજી શકે નહીં ને ! આ તો અમે કાઉન્ટર પુલીઓ રાખીને પછી નીચે ઉતરીએ.
આ આચાર્યો-સંતો બોલે એ શું ? નીચે તળેટીમાં રહીને ઊંચે શું છે, તે અહીં નીચે રહીને આંખો ફાડી ફાડીને ટોચનું બોલવું. અને અમે આંખો મીંચીને ઉપર બેસીને બોલીએ છીએ.
એ તો હું આ જે વાણી બોલું ને, તે હું ટોપ ઉપરનું બોલું છું. આ હકીકત ક્યાંની ? ટોપ ઉપરની છે આ. મારે નીચે ખબર આપવી હોય, નીચેવાળા પૂછે કે શું છે ઉપર ? એટલે હું ઉપર રહીને બોલું, તો સમજાય નહીં. મારે નીચે આવીને બોલવું પડે. એટલે એમની ભાષામાં બોલવું પડે, વાત કરવી પડે.
હવે એમની ભાષા એટલે શું ? પંદરસો રીવોલ્યુશનનું ઈન્જન હોય, હવે તેને હજાર રીવોલ્યુશનનો પંપ જોઈન્ટ કરવો હોય, તો શું કરવું પડે ?
પ્રશ્નકર્તા : પુલી મૂકવી પડે.
દાદાશ્રી : એટલે આમ સીધું જ જોઈન્ટ કરીએ તો પેલો પંપ તૂટી જાય. એટલે વચ્ચે “કાઉન્ટર પુલી’ ગોઠવવી પડે ! એટલે એવી રીતે મારે વાણીમાં એવું કરવું પડે છે. વાણી માટે નીચલી ભાષામાં બોલવી પડે.
પ્રશ્નકર્તા : તમારી આ વાતો છે, એ આમ બહુ ઝડપથી સમજી શકાય એવી નથી. એટલે બધા લોકો સમજી શકે તો નહીં. એ ઝીલવા માટે માનસિક ઓરીએન્ટેશન જોઈએ.
દાદાશ્રી : હા, બરાબર છે, જોઈએ.
પ્રશ્નકર્તા : છતાં આપના ફોડ એટલાં સ્પષ્ટ હોય છે અને સચોટ હોય છે કે કોઈને ગૂંચ ના પડે.
પ્રશ્નકર્તા : એ તો આપની પાસે આવ્યો ત્યારથી જ ખબર પડી કે બીજા બધાને તો જ્ઞાનીના લેવલ સુધી જવું પડે. જો વાત સમજવી હોય