________________
વાણીનો સિદ્ધાંત
૭૧
વાણીનો સિદ્ધાંત
પ્રશ્નકર્તા : અને મહીં એના જે બધા ફોડ પડે છે એ ?
દાદાશ્રી : એ ફોડ કુદરતી રીતે જ પડે છે. એમાં આત્મા નથી. મિશ્રચેતન છે.
પ્રશ્નકર્તા : મિશ્રચેતન, એમાં ક્યો ભાગ ફોડ પાડી આપે ?
દાદાશ્રી : અહંકાર ને બુદ્ધિ, એ બે ભેગું જ છે, બસ. આ એવાં તે એક મિનિટમાં કેટલાંય ફોડ મહીં પડી જાય. આ તો ફોડ જ ના કહેવાય. આ તો જાડી જાડી વાતો છે. પણ એક મિનિટ તો કેટલાંય ફોડ પડે એટલી બધી અંદર શક્તિ ધરાવે છે.
પ્રશ્નકર્તા : હા, તો એ શક્તિ કોની ? દાદાશ્રી : એ અહંકારની-બુદ્ધિની, બેની જ છે. પ્રશ્નકર્તા : હજુ રહ્યું ને, કશું ?! દાદાશ્રી : ના. એકનું એક જ છે, બીજું કશું નહીં.
પ્રશ્નકર્તા : પણ રશિયન ભાષામાં નીકળેલી વાણી કંઈ જ ફોડ પાડતી નથી.
દાદાશ્રી : એ સમજણ ના પડે. અહંકાર જાણતો નથી ને ! અહંકાર જે ભાષા જાણે છે, એ ભાષામાં જ એને સમજણ પડે.
પ્રશ્નકર્તા : અને કેવળજ્ઞાનીને તો બધા જ ફોડ પડી જાય ?
દાદાશ્રી : ના. એમને તો આવું કશું હોય જ નહીં ને ! એમને તો બધું મૂળ સ્વરૂપે દેખાય. આવું તેવું કશું દેખાય નહીં ને !
પ્રશ્નકર્તા : મૂળસ્વરૂપે એટલે ? દાદાશ્રી : તત્ત્વસ્વરૂપે. એનું નામ કેવળજ્ઞાન ને !
એ ગત ભવતાં પરિણામ પ્રશ્નકર્તા: ‘આ ટેપરેકર્ડ બોલે છે' એવું તમે કહો છો, તો આ બધું
ટેપ ક્યારે કરેલું ?
દાદાશ્રી : એ શું ખબર પડે કે ક્યારે ટેપ કરેલું ! આ બહારની ટેપ પંદર દહાડા ઉપર કરી કે મહિના ઉપર કરી, એ આપણને શું ખબર પડે ? આજે વગાડીએ તો એવી ખબર પડે ? એના જેવી જ આ ઓરિજિનલ ટેપરેકર્ડ છે.
પ્રશ્નકર્તા : એ કયા અવતારની હશે ?
દાદાશ્રી : એ તો પાછલા અવતારની જ હોય હંમેશાં. પાછલાં એક અવતારનું જ હોય છે બધું. એ તો ગયા અવતારે જે ટેપરેકર્ડ થઈ છે, તે આજે રૂપકમાં આવ્યું છે. આ તો ફક્ત મહોર જ મારવાની છે. બાકી ટેપ તો ગયા અવતારની છે તે જ, આ ફક્ત ચાલુ કરીને જોઈ લીધી.
પ્રશ્નકર્તા : એટલે એ ગયા જન્મનું પ્લાનિંગ થયું ને ?
દાદાશ્રી : હા, એ જ ને ! આ તેથી અમે કહીએ છીએ કે આ ટેપરેકર્ડ છે.
ન હોય વિચારોની ટેપ ! પ્રશ્નકર્તા ઃ તો આપણે જે બોલીએ છીએ, એ ટેપ થાય છે. આપણા વિચારો પણ ટેપ થાય છે?
દાદાશ્રી : ના, વિચારો ટેપ નથી થતાં. પ્રશ્નકર્તા : વિચારોનું કંઈ નથી ?
દાદાશ્રી : હા. વિચારો, એ તો જડ કહેવાય. એ સ્થળ કહેવાય, બોલીએ છીએ એ સ્થૂળ કહેવાય. સ્થૂળની ટેપ ના હોય, સૂક્ષ્મતમની ટેપ હોય.
પ્રશ્નકર્તા: સૂક્ષ્મ એટલે ભાવ ને અભાવ.
દાદાશ્રી : બસ, ભાવ અને અભાવતે ભાવ ઉપરથી બને, તે ટેપ ફર્સ્ટ કલાસ તૈયાર થઈ જાય.