________________
પણ રત્ન એમ પણ કહેવું જોઈએ. કારણ કે, મહાવીર પહેલાંના તીર્થંકર પાર્શ્વનાથના અનુયાયીઓ વચ્ચે પહેરતા હતા, જ્યારે, મહાવીરે વચ્ચે ન પહેરવાનો નિયમ દાખલ કર્યો હતો. એ બે સંઘે મહાવીરના વખતમાં નહિ, તે તેમની પછી તેમના શિષ્ય ગૌતમ ઈદ્રભૂતિના વખતમાં એકત્રિત થવા લાગ્યા હતા, એવો ઉલ્લેખ ઉત્તરાધ્યયન સૂત્રમાં જ * મળે છે.
ગમે તેમ છે; ઉત્તરમાં રહેલાઓએ સ્થૂલભદ્રના વખતમાં જ પાટલિપુત્રમાં એકઠા મળી, દુકાળના વખતમાં લુપ્ત થવા લાગેલા રહ્યાહ્યા જે આગમગ્રંથો એકત્રિત કર્યા, તેમને દક્ષિણમાં ગયેલાઓએ પ્રમાણભૂત માનવા ન પાડી; અને ઠરાવ્યું કે, જૈન ધર્મના આગમગ્રંથે દુકાળના વખતમાં નષ્ટ થઈ ગયા છે.
એ પ્રમાણે આગમગ્ર વિનાના બનેલા દક્ષિણના સંધને સૌથી પ્રથમ પ્રમાણભૂત શાસ્ત્રીય ગ્રંથ આપનાર પુરુષ, તે આપણ રત્નત્રયના કર્તા શ્રી કુંદકુંદાચાર્ય. તે કેણ હતા, અને ક્યા સમયમાં થઈ ગયા, તે હવે આપણે જોઈએ.
૨. શ્રી કુંદકુંદાચાર્ય તથા શ્રી કુંદકુંદાચાર્ય વિષે આપણને બે
દંતકથાઓ મળે છે. તે બંને દંતકથાઓ કુંદકુંદાચાર્યના સમય બાદ ઘણે પછી તે સમયે લખાયેલી હોવાથી, તેમના ઉપર સ્વતંત્ર રીતે કશો આધાર રાખી શકાય તેમ નથી.
જુઓ આ માળાનું “અંતિમ ઉપદેશ' પુસ્તક છે. ૧૩૧-૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org