________________
ત્રણ રને (અગ્નિ) અને અનિલ (વાયુ) સિવાયના ત્રણ સ્થાવર છે. અગ્નિ અને વાયુ પણ સ્થાવર છે; પણ તેમની ગતિ ત્રસના જેવી છે. તે પાંચે એકેન્દ્રિય જીવો છે; તથા મન વિનાના છે. ઈંડામાં રહેલે જીવ કે ગર્ભસ્થ અને મૂછ પામેલો મનુષ્ય જેમ બહારથી જીવતે જણાતું નથી છતાં જીવે છે, તેમ તે એકેન્દ્રિય જીવેનું સમજવું. (ત્રસામાં) શબૂક, શંખ, છીપ, કૃમિ આદિ જેવો રસ અને સ્પર્શ એમ બે ઈતિવાળા છે. જૂ, માંકડ, કડી, વીંછી વગેરે રસ, સ્પર્શ અને ગંધ એમ ત્રણ દ્રિવાળા છે. ડાંસ મચ્છર, માખી, ભમરી, ભમરા, પતંગ વગેરે રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એમ ચાર ઈદ્રિયવાળા છે. જળચર, સ્થળચર, અને બેચર એવા દેવ, મનુષ્ય નારકી અને તિર્યંચ (પશુ ઇ) વર્ણ, રસ, સ્પર્શ, ગંધ અને શબ્દ એમ પાંચ ઇન્દ્રિયવાળા તથા બળવાન હોય છે. દેના ચાર વર્ગ છે; મનુષ્યોના (કર્મભૂમિ અને અકર્મભૂમિ ઉપરથી) બે વર્ગો છે; તિયાના અનેક વર્ગો છે; અને નારકીઓ (સાત નરકભૂમિઓ અનુસાર) સાત પ્રકારના છે. પૂર્વે બાંધેલું ગતિ-નામકર્મ
૧. જેમાં મોક્ષમાર્ગને જાણનાર અને તેને ઉપદેશ કરનાર તીર્થંકર પેદા થઈ શકે છે, તે ભરત વગેરે ભૂમિઓ કર્મભૂમિ કહેવાય છે; બાકીની અકર્મભૂમિ કહેવાય છે. વિગત માટે જુઓ આ માળાનું “અંતિમ ઉપદેશ” પુસ્તક પા. ૨૬૧.
૨. રત્નપ્રભા, શર્કરા પ્રભા, વગેરે સાત નરકભૂમિઓ માટે જુઓ “તત્ત્વાર્થસૂત્ર” (વિદ્યાપીઠ)પા. ૧૪૯ ઈ; અ. ૩, સ. ૧૬.
૩. “નામકર્મ” એટલે જીવની ગતિ, શરીર, આકૃતિ, વર્ણ વગેરે નક્કી કરનારું કર્મ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org