________________
૭૨
ત્રણ રસ્તે બની ગયાં છે, તેને હવે તે બધાંનું જ્ઞાન અવગ્રહાદિ ક્રિયાઓપૂર્વક ક્રમે ક્રમે નથી થતું. તેને કશું પક્ષ નથી; કારણ કે, તે જાતે જ જ્ઞાનરૂપ બને છે; તે ઈક્વિાતીત (ઇકિયનિરપેક્ષ) હેઈ, તેને ઈદ્રિયની મર્યાદા નથી; તે બધી બાજુએ બધી ઈકિયેના ગુણેથી સમૃદ્ધ બને છે. ઈદ્રિયોની સહાયતા વિના કેવળ આત્મા વડે આકાશાદિ અમૂર્ત દ્રવ્યનું કે મૂર્ત દ્રવ્યોમાં પણ અતીન્દ્રિય એવા પરમાણુ વગેરે પદાર્થોનું યા તે ક્ષેત્રકાળ વગેરેથી ઢંકાયેલી વસ્તુઓનું, તથા પિતાનું કે અન્ય દ્રવ્યનું એમ બધાનું જે જ્ઞાન થાય છે, તે અમૂર્ત અને અતીન્દ્રિય હાઈ પ્રત્યક્ષ છે. જ્યારે આત્મા અનાદિ બંધવશાત મૂર્ત (શરીર) બને છે,
૧. ઈદ્રિય અને મનથી જે જ્ઞાન થાય છે, તેના ચાર કમિક ભેદ હોય છે. જેમકે, ગાઢ અંધકારમાં કાંઈક સ્પર્શ થતાં “આ કંઈક છે” એવું પ્રથમ જ્ઞાન થાય છે. તે અવ્યક્ત જ્ઞાન “અવગ્રહ” કહેવાય છે. ત્યાર બાદ તેને વિશેષ રૂપે નિશ્ચય કરવા જે વિચારણું થાય છે, તે “ઈહિ”. જેમકે, “આ દોરડાને સ્પર્શ છે કે સાપને ? – એવો સંશય થતાં વિચારણું થાય છે કે આ દેરડાનો સ્પર્શ હેવો જોઈએ; સાપ હોય તે ફૂંફાડે. માર્યા વિના ન રહે.” ઈહાદ્વારા ગ્રહણ કરેલા વિશેષને કંઈક અધિક એકાગ્રતાથી જે નિશ્ચય થાય છે, તે “અવાય ”. અવાયરૂપ નિશ્ચય કેટલાક સમય સુધી કાયમ રહે છે, પણ પછી મન બીજા વિશ્વમાં ચાલ્યું જતાં તે નિશ્ચય લુપ્ત થઈ જાય છે, છતાં તે એવો સંસ્કાર મૂકતો જાય છે કે જેથી આગળ કોઈ નિમિત્ત મળતાં એ નિશ્ચિત વિષયનું સ્મરણ થઈ આવે છે. આ નિશ્ચયની સતત ધારા, તજજન્ય સંસ્કાર અને સંસ્કારજન્ય સ્મરણ એ બધા વ્યાપારે “ધારણ” કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org