________________
અધ
૧૨૧ પણ આવે કે, આત્મા પિતે જ રાગાદિ વિભાવનું કારણ હોય, તો તે નિત્ય હોવાથી હંમેશ તેમ કરતે જ રહે; એટલે કદી મુક્તિને જ પ્રસંગ ન આવે.”૧ માટે, રાગાદિ વિભાવનું કારણ દ્રવ્યકર્મ છે કે જે પરદ્રવ્ય છે. જે અવિવેકી આત્માને વિવેકજ્ઞાન નથી, અને તેથી જે પરદ્રવ્યમાં અને તેને નિમિત્ત થયેલા ભાવોમાં અહં–મમત્વ–બુદ્ધિ રાખે છે, તે ફરી પાછો નવા કર્મો બાંધે છે. પરંતુ જે વિવેકીને વિવેકજ્ઞાન થયું છે, તે પારદ્રવ્યને પિતાનાથી ભિન્ન માને છે; તથા તેમાં રાગાદિ કરતો નથી. તેથી તેને નિમિત્ત થતા દોષોને પણ પિતાને કર્તા માનતો નથી. સિ.૨૮૬-૭] જ્યાં સુધી આત્મા દ્રવ્ય ” અને “ભાવ” એમ બંને પ્રકારે પરદ્રવ્યનું પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન નથી કરતે, અને પિતાના કેવળ સ્વરૂપમાં સ્થિત નથી થતો, ત્યાં સુધી તે નવું કર્મ બાંધ્યે જ જાય છે. [સ.૨૮૩-૫]
૧. અવતરણનો ભાગ મૂળમાં નથી.
૨. મૂળમાં આધાર્મિક અને દેશિક એવા દેષિત અન્નના પ્રકારનો નિર્દેશ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org