________________
સુભાષિતા જે મુનિ જીવજંતુ મરે કે ન મરે તેની કાળજી રાખ્યા વિના પ્રવૃત્તિ કરે છે, તેના વડે એક પણ જીવ મરે કે ન ભરે તો પણ તેને યે જીવવર્ગો માર્યાનું બંધન થાય છે; પરંતુ, જે તે કાળજીપૂર્વક પ્રવૃત્તિ કરતો હોય, તો તેનાથી જીવો મરે તે પણ તે જળમાં કમળની પેઠે નિર્લેપ રહે છે. [૩,૧૮]. અપરિગ્રહ
हवदि व ण हवदि बंधो मदे हि जीवेऽध कायचेटुम्मि । बंधो धुवमुवधीदो इदि समणा छंडिया सव्वं ॥
શરીરપ્રવૃત્તિ કરવા જતાં જીવ મરે તો બંધ થાય કે ન પણ થાય; પરંતુ પરિગ્રહથી તો બંધ થાય છે. માટે ડાહ્યા પ્રમાણે બધા પરિગ્રહને ત્યાગ કરે છે. [૩,૧૯] ण हि गिरवेक्खो चाओ ण हवदि भिक्खुस्स आसवविसुद्धी । अविसुद्धस्स य चित्ते कहं णु कम्मक्खओ विहिओ ॥
જ્યાં સુધી નિરપેક્ષ ત્યાગ ન કરવામાં આવે, ત્યાં સુધી ચિત્તશુદ્ધિ ન થઈ શકે; અને જ્યાં સુધી ચિત્તશુદ્ધિ નથી, ત્યાં સુધી કર્મક્ષય કેવી રીતે થઈ શકે ? [,૨૦]
किध तम्मि णत्थि मुच्छा आरंभो वा असंजमो तस्स । तध परदव्वम्मि रदो कधमप्पाणं पसाधयदि ॥
જેને પરિગ્રહ છે, તેનામાં આસક્તિ, આરંભ કે અસંયમ કેમ ન હોય ? તેમજ જ્યાં સુધી પરદ્રવ્યમાં આસક્તિ છે, ત્યાં સુધી આત્માનું સાધન શી રીતે થવાનું ? [૩,ર૧].
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org