________________
ત્રણ રસ્તે રાગ, દ્વેષ, કષાયાદિરૂપી જડ કર્મ ઉદયમાં આવતાં સ્વભાવસ્યુત થઈ તે કર્મને ઉદય નિમિત્તે થતા રાગાદિભાવોને પિતારૂપ માની તે–રૂપે પરિણમે છે, તે ફરી પાછાં રાગાદિ પરિણામો ઉપજાવનારાં જડ કર્મો બાંધે છે. [સ.૨૭૮-૮૨]
આત્મા બંધને આ ઉપરથી જણાશે કે, કર્મબંધનનું કર્તા નથી કારણ રાગાદિ છે; અને રાગાદિનું
કારણ વસ્તુતાએ કર્મોનો ઉદય કે પદ્રવ્ય છે; જ્ઞાની આત્મા પિતે નહિ. શાસ્ત્રમાં અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાનના ભાવ અને દ્રવ્ય એમ બે ભેદે બતાવ્યા છે, તેથી પણ એ જ સિદ્ધ થાય છે કે, આત્મા પતે રાગાદિ ભાવોનો કર્તા નથી. “શાસ્ત્રમાં દરેક દેશને દ્રવ્ય અને ભાવ એમ બે રૂપે બતાવ્યો છે, તેનો અર્થ જ
એ કે, જીવગત કઈ પણ વિભાવષ ઉત્પન્ન થવાનું કારણ પદ્રવ્ય છે. જેમકે, ભાવ-અપ્રતિક્રમણ દોષનું કારણ દ્રવ્યઅપ્રતિક્રમણ છે. જે જીવ પિતે જ પિતાના રાગાદિ વિભાવનું કારણ હોય, તે દરેક દેશના દ્રવ્ય” અને “ભાવ” એવા ભેદ પાડવાને અર્થ ન રહે; ઉપરાંત બીજો દોષ એ
૧. બાહ્ય જડ પદાર્થ – વિષય – એ “દ્રવ્ય છે; અને તેનાથી થતો અવગત રાગાદિભાવ એ “ભાવ” છે. પૂર્વે અનુભવેલા વિષયને અત્યાગ – તેમાં મમતા, એ દ્રવ્ય–અપ્રતિક્રમણ છે; અને તે વિષયના અનુભવથી થયેલા ભાવોમાં મમતા તેને અત્યાગ – એ ભાવ-અપ્રતિક્રમણ છે. ભાવિ વિષયોના અનુભવથી થવાના ભાવોમાં મમતા તે ભાવ-અપ્રત્યાખ્યાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org