Book Title: Tran Ratno
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 144
________________ . સવિશુદ્ધજ્ઞાન ૧૩૫ (કર્મયોગજનિત) કે વૈઋસિક (સ્વાભાવિક છે કઈ ગુણથી પદ્રવ્યનું ગ્રહણ કે ત્યાગ ઘટી શકતાં નથી. માટે વિશુદ્ધ આત્મા જડ-ચેતન દ્રવ્યોમાંથી કેઈને ગ્રહણ કરત કે ત્યાગતો નથી. [૪૦૫-૭ સા મોક્ષમાર્ગ આવી જ્યાં વસ્તુસ્થિતિ છે, ત્યાં મૂઢ લેકે સાધુસંપ્રદાયનાં કે ગૃહસ્થીઓનાં જુદાં લિંગે (ચિહ્ન–વેષ ઇત્યાદિ ) ધારણ કરી એમ માને છે કે, આ લિંગ એ જ મોક્ષમાર્ગ છે –– એ કેવી મૂઢતા છે? કઈ પણ બાહ્ય લિંગ મેક્ષને માર્ગ શી રીતે હાઈ શકે? કારણકે, અહંતે તો દેહનું પણ મમત્વ છેડી, સર્વ લિંગે તજી, દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગને સેવે છે. માટે એ બધાં સાધુ કે ગૃહસ્થીનાં લિંગે છેડી, જ્ઞાન-દર્શનચારિત્રરૂપી મેક્ષમાર્ગમાં જ જાતને જોડે. જિનેએ એ જ મોક્ષમાર્ગ વર્ણવ્યો છે. તે મોક્ષમાર્ગમાં આત્માને સ્થાપી, તેનું જ ધ્યાન કરે, તેનું જ ચિંતન કરે, અને ત્યાં જ હંમેશાં વિચરે; અન્ય દ્રવ્યમાં વિહરવાનું છોડી દો. જેઓ સાધુ કે ગૃહસ્થનાં બહુ પ્રકારનાં બાહ્ય લિંગમાં મમત્વ કરે છે, તેઓ “સમયસાર” (પરમાર્થરૂપ આત્મા કે, આ ગ્રંથનું રહસ્ય) જાણતા નથી. વ્યાવહારિક દષ્ટિ તે મેક્ષમાર્ગમાં મુનિ અને શ્રાવક એમ બે લિંગે વર્ણવે છે; પરંતુ પારમાર્થિક દૃષ્ટિ તો મેક્ષમાર્ગમાં કોઈ પણ લિંગ ઈચ્છતી નથી. [સ.૪૦૮-૧૪] જે આ “સમયપ્રાભૂતને ભણીને તથા અર્થ અને તત્ત્વથી તેને જાણીને તેના અર્થમાં સ્થિત થશે, તે ઉત્તમ સુખરૂપ થશે. [સ.૪૧૫] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162