Book Title: Tran Ratno
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 142
________________ સવ વિશુદ્ધજ્ઞાન ૧૩૩ કરવા પણ નથી જ. તે જ પ્રમાણે શુભાશુભ રૂપ પણ તને કહેવા નથી આવતું કે, તું મને જે; તેવું જ શુભાશુભ ગંધ, રસ, સ્પર્શ, ગુણ કે દ્રવ્યનું પણ છે. અલબત્ત, એ તો વસ્તુ સ્વભાવ છે કે, દરેક ઈદ્રિયના વિષય તે તે ઈદ્રિયના ગોચર તે જરૂર બનવાના; તેમ કરતાં તેમને રોકી શકાવાના નહિ. પરંતુ મૂઢ મનુષ્ય તે બધામાં ઉપશાંત રહેવાને બદલે તે તે વિષયને ગ્રહણ કરવાની ઈચ્છા કરે છે. તેનામાં કલ્યાણરૂપ વિવેકબુદ્ધિથી જ નથી. દીપકને સ્વભાવ છે કે ઘટપટાદિને પ્રકાશવાં; તે પ્રમાણે જ્ઞાનને સ્વભાવ છે કે મને જાણવું. પરંતુ, શેયને જાણવા માત્રથી જ્ઞાનમાં વિકાર થવાનું કોઈ કારણ નથી. મને જાણીને તેને ભલુંબૂ રું માની આત્મા રાગી ઠેષી ઇત્યાદિ થાય છે તે જ અજ્ઞાન છે, અને તે જ કર્મબંધનની જડ છે. માટે પૂર્વે કરેલાં શુભાશુભ અનેક પ્રકારનાં કર્મમાંથી એટલે તેને કારણે થતા ભવોમાંથી આત્માને તું છોડાવ; અર્થાત તેમને પિતાનાથી પર માની, તેમાં અહં–મમ-બુદ્ધિ કરવાને બદલે સ્વ–સ્વભાવમાં સ્થિત થા. તેનું નામ જ પ્રતિક્રમણ છે. તે જ પ્રમાણે આગામી કર્મ કે તેના કારણભૂત ભાવોમાંથી જાતને છોડાવવી તેનું નામ જ પ્રત્યાખ્યાન છે; તથા વર્તમાન દોષમાંથી જાતને છોડાવવી – તેનું નામ જ આલોચના છે. આમ ત્રણ કાળ સંબંધી કર્મોથી આત્માને ભિન્ન જાણો, શ્રદ્ધા અને અનુભવ એ જ સાચું પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને આલેચના છે. અને એ જ વાસ્તવિક ચારિત્ર છે. [સ.૩૬ ૬-૮૬] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162