________________
૧૩૨
ત્રણ રને જેથી વિષયમાં કાંઈ કરવાનું હોય; કે અચેતન કર્મમાં પણ નથી; કે જેથી તેમાં કાંઈ કરવાનું હોય; કે અચેતન શરીરમાં નથી; કે જેથી તેમાં કાંઈ કરવાનું હોય. જીવના જે ગુણે છે, તે પરદ્રવ્યમાં ક્યાંથી હોય? તેથી, જ્ઞાની વિષયાદિમાં રાગાદિ નથી શોધતો. આત્માના અજ્ઞાનમય પરિણામથી જ રાગાદિ ઉત્પન્ન થાય છે. જ્યારે અજ્ઞાનને અભાવ થાય, ત્યારે સમ્યગદૃષ્ટિ જીવને વિષયમાં રાગાદિ નથી થતા. આમ વસ્તુતાએ રાગાદિ ભાવો વિષયમાં પણ નથી; અને સમ્યગદષ્ટિમાં પણ નથી. એટલે કે, તે છે જ નહિ. જીવની અજ્ઞાન અવસ્થામાં તે છે. તે કાંઈ જુદાં દ્રવ્ય નથી કે જુદાં દ્રવ્યમાં રહેલા નથી; તે તે જીવના અજ્ઞાનભાવથી થાય છે. સમ્યદૃષ્ટિ થઈને તત્ત્વદૃષ્ટિથી જુએ, તો કાંઈ નથી. બીજું દ્રવ્ય બીજા દ્રવ્યમાં કાંઈ પરિણામ ન નિપજાવી શકે, બધાં દ્રવ્ય પિતાના સ્વભાવ અનુસાર પરિણામ પામે છે. તેથી એમ માનવું કે, પદવ્ય જીવમાં રાગાદિ ઉત્પન્ન કરે છે, એ પણ ખોટું છે. આત્માના રાગાદિ એ તેનાં જ અશુદ્ધ પરિણામ છે; તેથી પરદ્રવ્ય ઉપર કાપ કરે નકામો છે. જેમકે, પુદ્ગલ દ્રવ્યો નિંદા કે સ્તુતિનાં વચનરૂપે પરિણમે છે; પરંતુ તેમને સાંભળીને તું શા માટે ખુશ થાય છે કે ગુસ્સે થાય છે? અને શા માટે માને છે કે તને કાંઈ કહ્યું ? પુદ્ગલ દ્રવ્ય ભલે શુભાશુભ શબ્દરૂપે પરિણમ્યું; પરંતુ તે જે તારાથી અન્ય છે, તેમ તારાથી તેના ગુણો પણ ભિન્ન છે, તે પછી તને શું થયું, જેથી તું મૂર્ખ ગુસ્સે થાય છે? તે શુભાશુભ શબ્દ તને નથી કહેવા આવતો કે તું મને સાંભળ; તેમ તારો આત્મા શ્રોત્રંદ્રિયગોચર થયેલા શબ્દને ગ્રહણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org