________________
જવાબ
૧૩૦
ત્રણ રત્નો પરને આત્મા જાણનાર, તથા ખાસ કરીને અજ્ઞાનસ્વરૂપ પરિણામોને કરનાર હોવાથી તેને કર્તવ છે. અને એ ત્યાં સુધી કે, જ્યાં સુધી ગેય અને જ્ઞાનના વિવેકજ્ઞાનની પૂર્ણતાથી આત્માને જ આત્મા જાણનાર બની અથવા ખાસ કરીને જ્ઞાનરૂપ જે પરિણામ તે રૂપે જ પરિણમી, કેવળ જ્ઞાતા બની, તેને સાક્ષાત અકર્તાપણું પ્રાપ્ત થાય. ક્ષણિકવાદીને એ જ પ્રમાણે સ્યાદવાદથી ક્ષણિક
વાદીઓના આક્ષેપ પણ ટળી રહે છે.
જીવન પર્યાયે બદલાતા જાય છે એ વાત સાચી છે; પરંતુ અમુક અંશ તે કાયમ જ રહે છે. તેથી જે અત્યારે ભગવે છે, તેણે જ પૂર્વે તે કર્મ કર્યું હતું એમ એકાંતિક કથન કરવું, કે તેણે નહોતું જ કર્યું એમ એકાંતિક કથન કરવું, એ ઠીક નથી. પર્યાની અપેક્ષાએ જેવા જાએ, તે ભગવનાર છવ કરનારે નથી જ; અને છતાં દ્રવ્યની અપેક્ષાએ જોવા જાઓ, તો કરનારો જીવ જ અત્યારે ભગવે છે. માટે, જે જીવ કરે છે, તે જ નથી ભોગવતો, પરંતુ અન્ય કરે છે અને અન્ય ભેગવે છે, એમ કહેનાર મિયાદષ્ટિ અને અર્જન છે. [સ.૩૪પ-૮]
૧. આ ફકર મૂળમાં નથી. ટીકાકાર અમૃતદેવ આ સ્થળે તેને ઉમેરે છે. તે જ પૂર્વાપર સંબંધ કંઈકે ઘટી શકે છે. આ પછીના ભાગમાં પણ અનુવાદમાં મૂળની વસ્તુ સ્પષ્ટ કરવા અથવા પૂર્વાપર સંબંધ જણાવવા ટીકાકારેનાં વાક્યોમાંથી ઘણા ઉમેરા કર્યા છે. ઉપઘાતમાં જણુંવ્યા પ્રમાણે આવા અસંબદ્ધ ભાર્ગોને કર્તાએ પૂર્વપરંપરાથી ચાલતા આવેલા લોકોના ગ્રંથમાં કરી લીધેલા ઉમે જ ગણવા જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org