________________
૧૩૪
અજ્ઞાત
ત્રણ રત્ન શુદ્ધ જ્ઞાનથી અન્ય જે ભાવ, તેમાં
અહં–મમ–બુદ્ધિ તેનું નામ જ અજ્ઞાન. તેના બે પ્રકાર છે: કર્મચેતના અને કર્મફલચેતના જ્ઞાનથી અન્ય ભાવોમાં એવું અનુભવવું કે, “આને હું કરું છું' એ કર્મચેતના અને એવું અનુભવવું કે “આને હું ભોગવું છું” એ કર્મફલચેતના. એ બંને અજ્ઞાનચેતના છે અને સંસારનું બીજ છે. જે પુરુષ પૂર્વકાલમાં અજ્ઞાનભાવથી, કરેલાં કર્મનાં ફલને સ્વામી થઈને નથી ભોગવતો, તથા પિતાના વાસ્તવિક આત્મસ્વરૂપમાં જ તૃપ્ત રહે છે, તેવો સર્વ-કર્મસંન્યાસી તેમજ સર્વ–કર્મફલ–સંન્યાસી પોતાના શુદ્ધ જ્ઞાનસ્વભાવને પ્રાપ્ત કરે છે. તે જ્ઞાન એટલે શાસ્ત્રગત જ્ઞાન નહિ; એ ગ્રંથ તો અચેતન છે; તે કશું જાણતા નથી; માટે જ્ઞાન અન્ય છે અને શાસ્ત્ર અન્ય છે. તે જ પ્રમાણે શબ્દ, રૂપ, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ પણ જ્ઞાન નથી; કારણ કે તે બધાં પણ કશું જાણતાં નથી; તે જ પ્રમાણે કર્મ, ધર્મ, અધર્મ, કાલ અને આકાશ એ પણ જ્ઞાન નથી; અધ્યવસાન પણ જ્ઞાન નથી; કારણ કે તે તે અચેતન છે. આત્મા પોતે જ જ્ઞાન છે. જ્ઞાન જ્ઞાયકથી અભિન્ન છે; આત્મા અને જ્ઞાન એક છે. એ આત્મા જ સમ્યગદષ્ટિ, સંયમ, શાસ્ત્રજ્ઞાન, ધર્મ, અધર્મ કે સંન્યાસ એ બધું છે; ડાહ્યા પુરુષો તેને જ ગ્રહણ કરે છે. [સ.૩૯૦-૪૦૪]
આમ જેની અમૂર્ત શુદ્ધ આત્મામાં સ્થિતિ છે, તે કર્મનો કર્મરૂપ પુદ્ગલ દ્રવ્યનો આહાર (ગ્રહણ) કેમ કરે ? કારણકે, પુદ્ગલદ્રવ્ય તે મૂર્ત છે. આત્માને પ્રાયોગિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org