________________
૧૨૪ •
ત્રણ રને જે શુદ્ધિ કે સાધના છે, તે વિષકુંભ જ છે, જ્યાં સુધી તે બધામાં કર્તુત્વબુદ્ધિ છે, ત્યાં સુધી શુદ્ધાત્માની પ્રાપ્તિ નથી જ. શુદ્ધ આત્મા તે બધાથી રહિત – પર – છે. તેમાં સ્થિત થવું એ જ સાચી આરાધના છે. પેલી બધી કહેવાતી શુદ્ધિ કે સાધના વિનાની શુદ્ધાત્માસ્વરૂપમાં સ્થિતિ, તે જ અમૃતકુંભ છે. [સ૩૦૧-૭]
૧. વ્યવહારસૂત્રમાં કહેલું છે કે, “પ્રતિક્રમણ (કરેલા દોષનું નિરાકરણ); પ્રતિસરણ (સમ્યક્ત્વાદિ ગુણમાં પ્રેરણ); પ્રતિહરણ (મિથ્યાત્વ-રાદિ-દોષોનું નિવારણ); ધારણા (ચિત્તસ્થિરીકરણ); નિવૃત્તિ (વિષયકક્ષામાંથી ચિત્તનું નિવર્તન); નિંદા (પોતાની શાખે દોષપ્રકટન); ગહ (ગુરુની શાખે દેષ પ્રકટન ); અને શુદ્ધિ (પ્રાયશ્ચિત્તાદિ વડે વિશુદ્ધિકરણ) -– એ બધાં અમૃતકુંભ છે; અને તેથી ઊલટી દશા એ વિષકુંભ છે. પરંતુ, અહીં તે પારમાર્થિક દષ્ટિને અવલંબીને પ્રતિક્રમણદિને જ વિષકુંભ કહ્યાં છે. કારણકે,
જ્યાં સુધી એ બધું કરવાપણું કે, તે કરવાની કર્તાપણાની બુદ્ધિ છે, ત્યાં સુધી શુદ્ધાત્મસ્વરૂપની અપ્રાપ્તિ જ છે. અને જ્યાં શુદ્ધ આત્મસ્વરૂપ નથી, ત્યાં તે સ્થિતિને અમૃતકુંભ શી રીતે કહેવાય ? અલબત્ત, તે ઉપરથી એમ નથી કહેવાનું કે, એ પ્રતિકમણદિની જરૂર નથી. તે બધાંની જરૂર તો છે જ; પરંતુ તેમાં જ કૃતાર્થતા નથી – એ બાબત ઉપર ભાર દેવા જ મૂળમાં આ રીતે કથન કર્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org