________________
બધ
૧૧૯ છે; પરંતુ, વાસ્તવિક રીતે આત્મા એ જ મારું જ્ઞાન છે; આત્મા એ જ મારું દર્શન અને ચારિત્ર છે; આત્મા એ જ મારું પચખાણ છે; તથા આત્મા એ જ ભારે સંવર અને યોગ છે. [સ.૨૭ર-૭]
જેમ શુદ્ધ સ્ફટિકમણિ પરિણામસ્વભાવી હોવા છતાં પિતાની મેળે લાલ વગેરે રંગરૂપે નથી પરિણમતે; કે પિતાની મેળે લાલ વગેરે રંગરૂપે પરિણમવાનું નિમિત્ત નથી થત; પરંતુ તેની પાસે બીજી કોઈ રંગિત વસ્તુ આવે, તે પિતાને શુદ્ધ સ્વરૂપથી ચુત થઈ, તે વસ્તુના રંગરૂપે તે પરિણમે છે; તેમ શુદ્ધ આત્મા પિત પરિણામસ્વભાવી હોવા છતાં, પિતાની મેળે રાગાદિ ભાવારૂપે નથી પરિણમતો; કે પિતાની મેળે રાગાદિ પરિણામનું નિમિત્ત નથી થતો, પરંતુ પદ્રવ્ય એવું જે જડકર્મ, તે રાગાદિરૂપે પરિણમી આત્માના રાગાદિભાવોનું નિમિત્ત થાય છે; અને (શુદ્ધ સ્વભાવથી
ચુત થનારે અવિવેકી) આત્મા તે રાગાદિ ભાવરૂપે પરિણમે છે. આત્મા પોતે પિતાની મેળે રાગ, દ્વેષ, મોહ કે કષાય વગેરે ભાવો કરતો નથી; તેથી તે ભાવોને તે કર્તા નથી. જે વિવેકી પુરુષ સ્વ–સ્વભાવ જાણે છે, તે કર્મોદયને નિમિત્તે થતા ભાવોને પિતાનાથી પર જાણ, તે–રૂપે પરિણમતો નથી – તેમને પિતાના માનતા નથી – તે તેમને માત્ર જ્ઞાતા રહે છે. પરંતુ જે અજ્ઞાની તે રાગાદિને પર ન જાણતો તેમને પિતારૂપ માને છે, કે તે–રૂપે પરિણમે છે, તે ફરી પણ બંધાય છે. એટલે કે, જે આત્મા
૧. “પ્રત્યાખ્યાન”-કશું ત્યાગવાનો નિયમ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org