________________
૧૦૧
ત્રણ રને શુદ્ધકર્મ વિશુદ્ધ આત્મા જ પરમાર્થ છે, મુક્તિ
છે, કેવળજ્ઞાન છે કે મુનિપણું છે. તે પરમ સ્વભાવમાં સ્થિત થયેલા મુનિઓ નિર્વાણ પામે છે. તે પરમાર્થમાં સ્થિત થયા વિને અજ્ઞાનીઓ જે કાંઈ તપ કરે છે કે વ્રત ધારણ કરે છે, તે બધું મૂર્ખાઈ જ છે, એમ સર્વ કહે છે. પરમાર્થથી બહાર રહીને વ્રત, શીલ, તપ વગેરે કરનારા નિર્વાણ પામી નથી શકતા. પરમાર્થથી બહાર એવા તે અજ્ઞાનીઓ સાચે મોક્ષમાર્ગ ન જાણતા હોવાથી, સંસારભ્રમણના હેતુરૂપ પુણ્યની જ ઈચ્છા કરે છે. [સ.૧૫૧-૪]
પિથાંપંડિતો પારમાર્થિક વસ્તુનો ત્યાગ કરી, વ્યાવહારિકમાં પ્રવર્તી કરે છે, પરંતુ પરમાર્થને આશ્રય લઈને યતિઓ કર્મને ક્ષય કરી લે છે. મેલ લાગવાથી વસ્તુનું સફેદપણું જેમ ઢંકાઈ જાય છે, તેમ મિથ્યાત્વરૂપી મેલથી જીવનું સમ્યગ્દર્શન આચ્છાદિત થઈ જાય છે; અજ્ઞાનરૂપી મેલથી જીવનું સમ્યજ્ઞાન આચ્છાદિત થઈ જાય છે; અને કષાયરૂપી મેલથી જીવનું ચારિત્ર આચ્છાદિત થઈ જાય છે. જીવ સ્વભાવે સર્વ-જ્ઞાન-દર્શ છે; પરંતુ પિતાની કર્મરજથી ઢંકાઈ જઈ સંસારને પામી, કશું જાણતા નથી. [સ.૧૫૫-૬ ૩]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org