________________
બંધ
૧૦૮
ત્રણ રને " જ્ઞાની અને આગળ જણાવેલા મિથ્યાત્વાદિ ચાર
આ ઉદયમાં આવી જીવના જ્ઞાન
અને દર્શનને રાગાદિ (અજ્ઞાન ) ભા રૂપે પારણમાવે છે, ત્યારે જ તે અનેક પ્રકારનું કર્મ બાંધે છે.
જ્યાં સુધી જીવને જ્ઞાનગુણ હીન એટલે કે સકષાય હોય છે, ત્યાં સુધી તે વિપરીત પરિણામે પામ્યા કરે છે. પરંતુ જ્યારે તે કષાયોને ત્યાગ કરી સમ્યક્ત્વને પામે છે, ત્યારે વિભાવ પરિણામો થતાં બંધ પડી, કર્મબંધન નથી થતું. [સ.૧૭૦-૨]
જેમ બાળક સ્ત્રી પોતે હવામાત્રથી પુરુષને ઉપગ્ય થતી નથી, પરંતુ તે જ જ્યારે તરુણ થાય છે, ત્યારે (રાગાદિયુક્ત) પુરુષને બાંધે છે; તેમ પહેલાં બાંધેલાં કર્મ
જ્યારે ફલોન્મુખ થાય છે, ત્યારે જીવના નવા રાગાદિ ભાવ અનુસાર સાત કે આઠ કર્મરૂપે આગામી બંધ થાય છે. પરંતુ રાગાદિનો અભાવ હોય, તે પૂર્વકર્મ હવામાત્રથી નવું કર્મબંધન કરી શકતાં નથી. સમ્યગદર્શનવાળાને રાગ, દ્વેષ અને મેહ ન હોવાથી પૂર્વકમ નવા બંધનો હેતુ થતાં નથી. જેમ પુરુષે ખાધેલા આહાર, ઉદરાગ્નિથી સંયુક્ત થાય તે જ માંસ, વસા અને રુધિરાદિ ભાવરૂપે પરિણમે છે, તેમ જે જીવો રાગાદિ અવસ્થાયુક્ત છે, તેઓનાં પૂર્વકર્મ જ અનેક પ્રકારનું નવું કર્મ બાંધે છે; જ્ઞાનીનાં નહિ. [સ.૧૭૩-૮૦]
૧. જુઓ પા. ૮૦, નાં. ૧. આયુષકર્મ જીવનના અંતભાગમાં એક જ વખત બંધાય છે તેથી સાત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org