________________
નિજર
૧૧૩ થાય છે. એ પદને જ્ઞાનગુણવિહીન પુરુષો ગમે તે સાધન કરવા છતાં પામતા નથી. તારે જે કર્મપરિમોક્ષ જોઈતા હોય, તો તું તે પદને જ સ્વીકાર; તે પદમાં જ નિત્ય રત થા; તેમાં જ નિત્ય સંતુષ્ટ થા, તથા એનાથી જ તૃપ્ત રહે. તો તને ઉત્તમ સુખ પણ પ્રાપ્ત થશે. આત્માને જ પિતાનું નિશ્ચિત ધન જાણતો જ્ઞાની પદ્રિવ્યને પિતાનું શાને કહે ? જે પરદ્રવ્ય મારું હોય, તે હું તેના જેવો જડ બની જાઉં; હું તો જ્ઞાતા જ છું, માટે બીજા કોઈ પરદ્રવ્યને પરિગ્રહ મારે ન હોય. ભલે ને તે છેદાઈ જાય, ભદાઈ જાય, હરાઈ જાય, નાશ પામે કે ગમે તેમ ચાલી જાય, તે પણ તે પરદ્રવ્ય મારું નથી જ. જ્ઞાની અપરિગ્રહી તથા અનિચ્છ હેવાથી ધર્મને પણ ઈચ્છતા નથી, તેમ અધર્મને પણ નથી ઈચ્છતો; ખાનપાન પણ નથી ઈચ્છતા, તેમ સર્વ ભાવોને પણ નથી ઈચ્છતો. પિતાના જ્ઞાયકભાવમાં નિયત એવો તે સર્વત્ર નિરાલંબ રહે છે. [સ.ર૦૩-૧૪]
પ્રાપ્ત થતા ભોગેમાં તેને હેયબુદ્ધિ છે, અને અનાગત ભોગેની તેને કાંક્ષા નથી. પોતાનાં કર્મને નિમિત્તે થતા તથા સમયે સમયે વિનાશ પામતા વેદ-વેદક ભાવોને તે જાણે છે, પણ કદી તેમની કાંક્ષા નથી કરતા. બંધ અને ઉપભોગનાં નિમિત્ત એવાં સંસાર તથા દેહવિષયક અધ્યવસાનમાં જ્ઞાનીને રાગ થતો નથી. જેમ સોનું કીચડમાં પડી રહેવા છતાં કટાતું નથી, તેમ બધાં દ્રવ્યમાં રાગ વિનાનો જ્ઞાની કર્મોની મધ્યમાં હોવા છતાં લેપાતો નથી. પરંતુ, સર્વ દ્રવ્યમાં રાગવાળ અજ્ઞાની કાદવમાં પડેલા લોઢાની જેમ કરજથી લેપાય છે. શંખ વિવિધ
ર૦૩-૧
કાંક્ષા નથી. તેને હેચબુદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org