________________
સંવર ચેતનામાં ચેતના રહેલી છે; ક્રોધાદિમાં કશી ચેતના નથી. ક્રોધમાં જ ક્રોધ છે; ચેતનામાં કોઈ ક્રોધ નથી. તે પ્રમાણે આઠ પ્રકારનાં કર્મ અને શરીરરૂપ “નકર્મમાં પણ ચેતન નથી; કે ચેતનામાં કર્મ કે નોકર્મ નથી. આનું નામ અવિપરીત જ્ઞાન છે. તે જ્ઞાન જ્યારે જીવને થાય છે, ત્યારે તે રાગાદિભાવરૂપે પરિણમતો નથી. જેમ સુવર્ણને ગમે તેટલું તપાવીએ તે પણ તે સુવર્ણપણું તજતું નથી, તેમ જ્ઞાની કર્મોના ઉદયથી ગમે તેટલો તપાયમાન થાય, તો પણ જ્ઞાનીપણારૂપ સ્વભાવને છોડતો નથી. જ્ઞાની પિતાના શુદ્ધ સ્વરૂપને જાણે છે; પરંતુ અજ્ઞાની અજ્ઞાનાંધકારમાં ડૂબેલો હોઈ આત્મસ્વરૂપને ન જાણતા હોવાથી રાગાદિને જ આત્મારૂપ જાણે છે. [સ.૧૮૧-૬]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org