________________
આસ્રવ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ ચાર આવો જ્ઞાનાવરણીયાદિ કર્મ બંધાવાનાં કારણે છે. પરંતુ જીવના રાગદ્વેષાદિ ભાવો તેમનું પણ કારણ છે. તેથી વસ્તુતાએ રાગ, દ્વેષ અને મેહ એ જ આસ્ત્રો એટલે કે કર્મબંધનાં દ્વાર છે. [સ.૧૬૪-૫]
જેને સમ્યગદર્શન થયું છે, તેવા જીવને આસવ કે બંધ હોતા નથી, કારણ કે, જીવને રાગાદિયુક્ત ભાવ જ બંધનું કારણ છે. જેમ પાકું ફળ ઝાડ ઉપરથી તૂટી પડ્યા પછી ફરી ડીંટે ચાંટતું નથી, તેમ જીવને રાગાદિ ભાવ એક વાર ગળી ગયા પછી ફરી ઉદય પામતે નથી. અજ્ઞાન અવસ્થામાં પૂર્વે બાંધેલાં કર્મો પણ તેને માટે માટીના પિંડ જેવાં થઈ જાય છે અને કર્મશરીરને વળગી રહે છે. [સ.૧૬૬-૯]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org