________________
પ્રાસ્તાવિક
૯૭
કયાં જડ દ્રવ્યરૂપ છે, કે તું જડ પદાર્થને આ મારું છે,’ એમ કહે છે? જો જીવ જડ પદારૂપ બની શકતા હાય, કે જડ પદાર્થોં ચેતનપણું પામતા હાય, તે એમ કહી શકાય કે, આ જડ પદાર્થોં મારા છે. [સ.૧૭-૨૫]
નાની પુરુષ સર્વ પરભાવાને પર જાણીને તેમને ત્યાગ કરે છે. તેથી, ‘ જાણવું એટલે ત્યાગવું,' એમ નિયમથી સમજવું. જેમ લૌકિક વ્યવહારમાં કાઈ વસ્તુને પારકાની જાણી, માણસ તેને ત્યાગ કરે છે, તેમ જ્ઞાની પણ સ પરભાવાને પર જાણી, તેમને ત્યાગ કરે છે. તે જાણે છે કે, મેાહ વગેરે આંતરિક ભાવા કે આકાશ વગેરે ખાધ ભાવેશ મારા કાઈ પ્રકારે સબંધી નથી. હું તેા કેવળ એક, શુદ્ધ તથા હંમેશાં અરૂપી છું; અન્ય પરમાણુમાત્ર પણ મારું નથી. [સ.૩૪-૮]
જ્ઞાન અને
આચરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org