________________
ત્રણ રને જેઓ અપર ભાવમાં સ્થિત છે, તેમને માટે જ વ્યાવહારિક દષ્ટિ છે. [સ.૮,૧૧-૩]
જે દૃષ્ટિ આત્માને અબદ્ધ, અસ્પષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત જાણે છે, તે પારમાર્થિક દષ્ટિ છે. આત્મા નથી પ્રમત્ત (સંસારી) કે નથી અપ્રમત્ત (મુક્ત). વ્યવહારદષ્ટિએ, તેને જ્ઞાન છે, દર્શન છે અને ચારિત્ર છે, એમ કહેવામાં આવે છે; પરંતુ, તેને નથી જ્ઞાન, નથી દર્શન કે નથી ચારિત્ર. તે તો માત્ર શુદ્ધ ચૈતન્યસ્વભાવ છે. જે માણસ આત્માને એ રૂપે જાણે છે, તે સમગ્ર જિનશાસ્ત્રને જાણે છે. [સ.૬-૭,૧૪-૫]
જેમ કેઈ દ્રવ્યાર્થી મનુષ્ય રાજાને જાણે છે, તેને નિશ્ચય કરે છે, તથા પછી તેની પ્રયત્નપૂર્વક સેવા કરે છે, તેમ મેક્ષિકામી પુરુષે જીવરાજને જ્ઞાની પુરુષો પાસેથી જાણી, તેને નિશ્ચય કરી, તેનું સેવન કરવું જોઈએ. જ્યાં સુધી મેહદિ અંતરંગ કર્મમાં અને શરિરાદિ બહિરંગ નોર્મમાં અહં–મમ–બુદ્ધિ છે, ત્યાં સુધી માણસ અજ્ઞાની છે. અજ્ઞાનથી હિત થયેલી મતિવાળે તથા રાગ દ્વેષ વગેરે અનેક ભાયુક્ત મૂઢ પુરુષ જ, પિતાની સાથે સંબદ્ધ કે અસંબદ્ધ એવાં શરીર, સ્ત્રીપુત્રાદિ, ધનધાન્યાદિ તથા ગ્રામનગરાદિ સચિત્ત, અચિત્ત કે મિશ્ર એવા પદ્રવ્યમાં હું આ છું, “એમને છું,” “એ મારાં છે,' “એ મારાં હતાં, “ એમને હતા, “એ મારાં થશે” તથા “હું તેમને થઈશ” એવા જૂઠા વિકલ્પ કરે છે. પરંતુ સત્ય વસ્તુ જાણનારા સર્વ પુરુષોએ શુદ્ધ જ્ઞાનથી જાણ્યું છે કે, જીવ તે હંમેશાં ચૈતન્ય સ્વરૂપ તથા બોધવ્યાપાર (ઉપગ) રૂપી લક્ષણવાળો છે. તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org