________________
ત્રણ રત્નો ન હોય, તે જ્ઞાન સર્વગત ન બને; પરંતુ જે જ્ઞાન સર્વગત હોય, તે અર્થે જ્ઞાનમાં સ્થિત નથી એમ કેમ કહેવાય? કેવલી ભગવાન રેય પદાર્થોને નથી સ્વીકારતો, નથી ત્યાગતો કે નથી તેમનારૂપે પરિણમત; છતાં બધું નિરવશેષ ચારે તરફથી જાણે છે. [પ્ર.૧,૨૮,૩૨]
જ્ઞાયતા જે જાણે છે, તે જ જ્ઞાનરૂપ છે; જ્ઞાન
વડે આત્મા જ્ઞાયક થતો નથી. માટે આત્મા જ જ્ઞાન છે. આત્મા જ્ઞાનરૂપે પરિણમે છે અને બધા પદાર્થો તે જ્ઞાનમાં સ્થિત થાય છે. ય દ્રવ્ય અતીત, અનાગત અને વર્તમાન એમ ત્રણ પ્રકારનું છે. અને એમાં આત્મા તેમજ બીજા પાંચ દ્રવ્યોને સમાવેશ થાય છે. તે બધાં દ્રવ્યના વિદ્યમાન તથા અવિદ્યમાન બધા પર્યાય પિતપોતાના વિશેષ સહિત વર્તમાનકાલિકની પેઠે કેવલજ્ઞાનમાં વર્તે છે. જે પર્યાયે હજુ ઉત્પન્ન નથી થયા અને જે ઉત્પન્ન થઈને નષ્ટ થઈ ગયા છે, તે બધા અવિદ્યમાન છે; છતાં કેવળજ્ઞાનને તે બધા પ્રત્યક્ષ છે. જે અતીત કે અનાગત પર્યાયે કેવળજ્ઞાનને પ્રત્યક્ષ ન થતા હોય, તો તેને દિવ્ય કોણ કહે? જેઓ ઇકિયાચર પદાર્થોને અવગ્રહ, ઈહા વગેરે કમપૂર્વક જાણે છે, તેઓને પરોક્ષ વસ્તુ જાણવી
૧. જેમ દીવો બીજા પદાર્થોને તેમજ પોતાને પણ પ્રકાશિત કરે છે, તેમ આત્મા પોતાને તેમજ પરને બંનેને જાણે છે. તેથી તેનો પણ રૂચમાં સમાવેશ થાય છે.
૨. જુઓ પા. ૭૨, ન. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org