________________
માગ થઈને (સ્વરૂપ)સિદ્ધ આત્માનું ધ્યાન કરવું; તે જ તેને નિર્વાણ પ્રાપ્ત થશે; બાકી, જૈન સિદ્ધાંત કે તીર્થકરમાં શ્રદ્ધા બુદ્ધિવાળા, સૂત્ર ઉપર રુચિવાળા તથા સંયમ–તપથી યુક્ત મનુષ્યને પણ નિર્વાણ દૂર જ છે. મેક્ષની કામનાવાળાએ કયાંય કિંચિત્ માત્ર રાગ ન કરે. તે ભવ્ય જીવ આ ભવસાગરને તરી જાય છે. [૫.૧૫૪-૭૩]
સંન્યાસ આ બધું જાણું, જે તારે દુઃખમાંથી
છુટકારો જોઈતો હોય, તો સિદ્ધોને, જિનેશ્વરને અને શ્રમણને પુનઃ પુનઃ નમસ્કાર કરી, શ્રમણપણું સ્વીકાર. તેનો વિધિ આ પ્રમાણે છેઃ વડીલે, સ્ત્રી, અને પુત્રે રાજીખુશીથી છૂટે કરેલો તે મુમુક્ષુ અંધુવર્ગની રજા લઈ, આચાર્ય પાસે જાય. તે આચાર્ય જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય—એ પાંચ આચારવાળા હોય, ગણને અધિપતિ હોય, ગુણાત્ય હાય, વિશિષ્ટ કુલ, રૂપ અને વયયુક્ત હોય, તથા બીજા શ્રમણને ઈષ્ટ હોય. તેની પાસે જઈ તેને નમસ્કાર કરી, “મારે સ્વીકાર કરે” એમ કહેવું. પછી, તે કૃપા કરે એટલે જૈન સાધુને આ પ્રમાણે વેશ ધારણ કરો: પ્રથમ તો, “હું બીજાનો નથી, બીજા ભારા નથી, અહીં મારું કાંઈ નથી' એવો નિશ્ચય કરી, જિતેન્દ્રિય થઈ જન્મતી વખતે જેવું રૂપ હતું તેવા બનવું (અર્થાત વસ્ત્રાદિને સર્વથા ત્યાગ કર ); કેશ, દાઢી વગેરે ઉપાડી નાખવાં; પરિગ્રહ વિનાને શુદ્ધ બનવું; હિંસાદિરહિત બનવું; શરીરને સંસ્કાર છોડી દેવા;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org