________________
માગ એકી સાથે પ્રયત્નશીલ હૈય, તે એકાગ્રતા પ્રાપ્ત કરી શકે છે; અને તેનું જ શ્રમણપણું પરિપૂર્ણ કહેવાય છે. બીજું દ્રવ્ય મળતાં જે અજ્ઞાની શ્રમણ મેહ, રાગ કે દ્વેષ પામે છે, તે વિવિધ કર્મોથી બંધાય છે. પરંતુ, જે શ્રમણ અન્ય દ્રવ્યમાં રાગ, દ્વેષ કે મેહ નથી પામતે, તે ચોકસ વિવિધ કર્મોનો ક્ષય કરી શકે છે. [પ્ર.રૂ૩ર-૪]
સેવા-ભક્તિ જૈન સિદ્ધાંતમાં, શુદ્ધ ભાવવાળા અને
શુભ ભાવવાળા એમ બે પ્રકારના શ્રમણો કહ્યા છે. તેમાં જે શુદ્ધ ભાવવાળા છે, તે જ કર્મબંધનથી રહિત (અનાસવ) છે; બીજા બધા કર્મબંધનમાં જ છે. અહંતાદિમાં ભક્તિ, તથા શાસ્ત્રજ્ઞ આચાર્યાદિ પ્રત્યે વત્સલતાવાળે શ્રમણ શુભ ભાવાળો કહેવાય છે. જ્યાં સુધી પોતાની સરાગ અવસ્થા છે, ત્યાં સુધી સંતપુરુષોને વંદન-નમસ્કાર કરવાં; તેઓ સામા આવે ત્યારે ઊભા થવું; તેમનું અનુસરણ કરવું વગેરે પ્રવૃત્તિને શ્રમણને નિષેધ નથી. દર્શન અને જ્ઞાનને ઉપદેશ આપવો, શિષ્યો ગ્રહણ કરવા, તેમનું પિષણ કરવું અને જિનેન્દ્રની પૂજા વગેરેને ઉપદેશ આપવો – એ સરાગ અવસ્થાવાળા મુનિએની ચર્ચા છે. બીજા ને બાધા ન થાય તે રીતે ચતુર્વિધ શ્રમણસંઘનાં સેવાદિ કરવાં, તે પણ સરાગ અવસ્થાવાળાની પ્રવૃત્તિ છે. પરંતુ, તેવી સેવા કરવાને અર્થે અન્ય જીવવગને તકલીફ આપે, તે તે શ્રમણ નથી રહેતો. કારણકે, તેમ કરવું એ તે ગૃહસ્થ શ્રાવકને ધર્મ છે. (રાગીએ) ગૃહસ્થ ધર્મ પાળતા કે યતિધર્મ પાળતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org