________________
માગ આસ્રવ અને આસવ એટલે દ્વાર; જે જે પાપસંવર ક્રિયાઓથી આત્માને કર્મબંધન થાય છે
તે “આસવ” એટલે કે કર્મબંધનનું દ્વાર કહેવાય છે. સંયમમાર્ગમાં પ્રવર્તી, ઈદ્રિય, કષાય અને સંજ્ઞાને નિગ્રહ કરવામાં આવે, તો જ આત્મામાં પાપ દાખલ થવાનું દ્વાર બંધ થાય એટલે કે “સંવર' પ્રાપ્ત થાય. જેને સર્વ દ્રવ્યમાં રાગદ્વેષ કે મોહ નથી, તથા જેને સુખદુઃખ સમાન છે, એવા ભિક્ષુને શુભ કે અશુભ કર્મ બંધાતું નથી. જે વિરત મનુષ્યને મન–વાણુ–કાયાની પ્રવૃત્તિમાં પાપભાવ કે પુણ્યભાવ નથી હોતો, તેને સદા “સંવર’ છે. તેને શુભાશુભ કર્મ નથી બંધાતું. [પં.૧૪૦-૩] નિર્જરા આ પ્રમાણે સંયમ આચરવાથી નવાં
આવતાં કર્મ બંધ થાય છે; પરંતુ પહેલાંનાં બંધાયેલાં કર્મો જ્યાં સુધી ખંખેરી નાખ્યાં નથી, ત્યાં સુધી આત્મા શુભાશુભ ભાવ પામ્યા જ કરવાનો; અને નવાં કર્મ બંધાતાં જવાનાં. તે બંધાયેલાં કમ ખંખેરી નાખવાં તેનું નામ નિર્જરા. જે માણસ સંયમ વડે નવાં કર્મો આવતાં અટકાવી, ધ્યાનયેગથી યુક્ત બની, બહુવિધ તપ આચરે છે, તે અવશ્ય પિતાનાં અનેક કર્મો ખંખેરી નાખે છે. જે આત્માર્થી સંયમયુક્ત બની, જ્ઞાનસ્વરૂપ
૧. ધ, લોભ, માન અને સાચા એ ચાર વૃત્તિઓ જીવના શુદ્ધ સ્વરૂપને મલિન કરતી હોવાથી કષાય કહેવાય છે.
૨. આહાર, ભય, પરિગ્રહ અને મિથુન એ ચારને સંજ્ઞાઓ કહેવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org