________________
અને ચક્રવર્તીએ શુભ ભાવને પરિણામે પ્રાપ્ત થયેલા ભાગોમાં આસક્ત થઈ, દેહાદિની વૃદ્ધિ કરે છે. શુભ ભાવને કારણે પ્રાપ્ત થયેલાં વિવિધ પુણ્યોથી દેવયોનિ સુધીના જીવનને વિષયતૃષ્ણ પ્રાપ્ત થાય છે. પછી, જાગેલી તૃષ્ણાથી દુખી તથા સંતપ્ત થયેલા તેઓ મરણુપર્યત વિષયસુખ ઇચ્છે છે અને અનુભવે છે. પરંતુ, ઇકિયોથી પ્રાપ્ત થતું સુખ દુઃખરૂપ જ છે; કારણ કે, તે પરાધીન છે, બાધાયુક્ત છે, નિરંતર રહેતું નથી, બંધનું કારણ છે, તથા વિષમ (હાનિવૃદ્ધિયુક્ત કે અતૃપ્તિકર) છે. આમ પુણ્ય અને પાપનાં પરિણામમાં તફાવત નથી. જે એમ ન માનતાં, પુણ્યથી મળતાં સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે છે, તે મહમૂઢ મનુષ્ય આ ઘેર, અપાર સંસારમાં ભટક્યા કરે છે. પ્રિ.૧,૬૯-૭૭]
જીવના શુદ્ધ આમ સમજી, જે માણસ પર દ્રવ્યમાં ભાવો રાગ કે દ્વેષ પામ્યા વિના પિતાના
શુદ્ધ ભાવમાં સ્થિત થાય છે, તે દેહથી થતું દુઃખ દૂર કરી શકે છે. પાપકર્મો તેજી કોઈ ભલે શુભ – પુણ્ય – ચરિત્રમાં ઉદ્યમવંત થાય; પણ જ્યાં સુધી તે મોહાદિ તજે નહિ, ત્યાં સુધી તે શુદ્ધ આત્માને પામી શકે નહિ. અહંત (સર) એ આત્માનું શુદ્ધ સ્વરૂપ છે. એટલે, જે માણસ અહંતને દ્રવ્ય, ગુણ અને પર્યાયથી જાણે છે, તે આત્માને પણ જાણે છે; અને તેને મેહ પણ લય પામે છે. પોતાનાથી અન્ય પદાર્થોમાં જીવને જે મૂઢ ભાવ (વિપરીત ભાવ), તેનું જ નામ મેહ. મેયુક્ત જીવ અન્ય પદાર્થમાં રાગ અથવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org