________________
આત્મા.
પ૯ ભૌતિક દ્રવ્યાત્મક છે. જીવ તો રસરહિત, રૂપરહિત, ગંધરહિત, અવ્યક્ત, શબ્દરહિત, અતીન્દ્રિય (અલિંગગ્રહણ) અને નિરાકાર છે; તથા ચેતનાગુણયુક્ત છે. “રૂપાદિ ગુણયુક્ત મૂર્ત દ્રવ્ય અન્ય સ્નિગ્ધતા કે રૂક્ષતાથી બંધાઈ શકે; પરંતુ સ્નિગ્ધતા–રૂક્ષતા વિનાને અમૂર્ત આત્મા જડ ભૌતિક દ્રવ્યરૂપ કર્મ પિતામાં કેવી રીતે બાંધી શકે ?' – એવી શંકા કરવી ઠીક નથી. કારણ કે, આત્મા રૂપારિરહિત હોવા છતાં રૂપાદિયુક્ત દ્રવ્યો અને તેમના ગુણને જેવી રીતે જુએ છે અને જાણે છે, તેવી રીતે જડ ભૌતિક દ્રવ્ય સાથે તેને બંધ પણ જાણો. જ્ઞાન-દર્શન-મય આત્મા વિવિધ પ્રકારના વિષયોને પ્રાપ્ત કરી મેહ પામે છે, રાગ પામે છે, અથવા ઠેષયુક્ત થાય છે; તે જ તેમની સાથે તેનો સંબંધ છે. જીવ જે ભાવથી ઈદ્રિયગોચર બનેલા પદાર્થને જુએ છે તથા જાણે છે, તેનાથી તે રંજિત થાય છે, અને તેને લીધે જ પછી તેની સાથે કર્મ બંધાય છે – એ જિનશાસ્ત્રનો ઉપદેશ છે. યથાયોગ્ય સ્નિગ્ધતા કે રૂક્ષતાથી જડ ભૌતિક દ્રવ્યનો આપસમાં બંધ થાય છે; અને રાગાદિ વડે આત્માનો બંધ થાય છે; એમ એ બંનેને અન્ય અવગાહ પુદ્ગલ અને જીવ બંનેને કારણે છે. જીવ પોતે પારમાર્થિક દૃષ્ટિએ મૂર્ત નથી; પરંતુ અનાદિ કાળથી કર્મો વડે બંધાયેલે હાઈ મૂર્ત બન્યો છે. તેથી તે મૂર્ત કર્મોને પિતા સાથે બંધે છે અને પિતે તેમની સાથે બંધાય છે. એ કર્મનાં ફળરૂપ જડ વિષયેને જીવ જડ ઇકિયો દ્વારા ભગવે છે. [૫.૧૩૨-૪] આત્મા પ્રદેશયુક્ત છે; તે પ્રદેશમાં પુદ્ગલકાયે યથા ય પ્રવેશ પામે છે, બંધાય છે, સ્થિર રહે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org