________________
ત્રણ રત્ન આ આખો લેક બધી બાજુ સૂક્ષ્મ, સ્થૂલ એમ અનંતવિધ જડ કર્મદ્રવ્યોથી ખીચોખીચ ભરેલો છે. હવે, જીવ જે વખતે પિતાનાં અશુદ્ધ વિભાવપરિણામે કરે છે, તે વખતે ત્યાં એક જ ક્ષેત્રમાં અતિશય ગાઢ રહેલાં કર્મદ્રવ્ય જ્ઞાનાવરણયાદિ આઠ કર્મરૂપી પરિણામ પામી, જીવ સાથે બંધાય છે. આમ કર્મ પિતાનાં (જ્ઞાનાવરણયાદિ) પરિણામોનું કર્તા છે ખરું, પરંતુ જીવના ભાવોથી સંયુક્ત હોઈને. એટલે કે, જીવમાં ભાવપરિણામ થવાની સાથે જડ કર્મ પિતાનાં પરિણામ પામે છે. તે જ પ્રમાણે કર્મનાં પરિણામે થવાની સાથે જીવના ભાવમાં પણ પરિણામ થાય છે. એ રીતે કર્મપરિણામને પિતાને ભાવો દ્વારા જીવ ભોગવે છે. [પં.પ૩-૬૯]
જીવ પરિણામસ્વભાવી છે. તેથી તે શુભ, અશુભ કે શુદ્ધ એમ જેવા જેવા ભાગરૂપે પરિણમે છે, તેવો તેવો તે થાય છે. જે આત્મા સ્વભાવથી જ અપરિણામી હોત, તે આ બધો સંસાર જ ન હત. કોઈ દ્રવ્ય પરિણામ વિનાનું નથી; અને કોઈ પરિણામ દ્રવ્ય વિના સંભવતું નથી. પદાર્થનું અસ્તિત્વ જ દ્રવ્ય, ગુણ અને પર્યાયનું બનેલું છે. આત્મા જ્યારે શુદ્ધ ભાવરૂપે પરિણમે છે,
૧. કર્મ દ્રવ્ય પણ (ભૌતિક) પુદ્ગલ દ્રવ્યરૂપ જ છે. પણ તે વિશિષ્ટ પ્રકારનું છે એટલું જ. જોકે, જ્ઞાનાવરણયાદિ કર્મો રૂપે પરિણામ પામ્યા બાદ જ તેને “કર્મ” એવી સંજ્ઞા પ્રાપ્ત થાય છે. પરંતુ અહીં સરળતા ખાતર કર્મ શબ્દ પહેલેથી જ વાપર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org