________________
આત્મા ન શકે. માટે એ ચાર ભાવો કર્મકૃત છે. પરંતુ અહીં શંકા થઈ શકે કે, “એ ભાવો જો કર્મકૃત હોય, તો જીવને તેમનો કત કેમ કરીને કહેવાય ? માટે પારિમિક' ભાવ સિવાય આત્મા બીજા કોઈ ભાવ કરતો નથી એમ કહેવું જોઈએ.” તેનું સમાધાન એ છે કે, જીવના ભાવ ઉત્પન્ન થવામાં કર્મ નિમિત્તરૂપ છે; અને કર્મનાં પરિણામની ઉત્પત્તિમાં જીવના ભાવ નિમિત્તરૂપ છે. જીવના ભાવ, અલબત્ત, કર્મપરિણામનું ઉપાદાનકારણ નથી જ; કે કર્મ પરિણામ એ જીવના ભાવનું ઉપાદાનકારણ નથી. આત્માનો જે પરિણામ તે તે આત્મા પોતે જ છે; એ પરિણમવાની ક્રિયા જીવમયી જ છે; તથા તે જીવે પોતે કરેલી હોવાથી જીવનું જ કમર કહેવાય છે. પણ જે દ્રવ્યકર્મ તેને ચાટે છે, તેનું ઉપાદાનકારણ તે નથી. પિતાનાં પરિણામને કરતો આત્મા પિતાના ભાવને કર્તા છે; તે જ પ્રમાણે કર્મ પણ પોતાના સ્વભાવથી પિતાના પરિણામોને કર્યા છે. તો હવે પ્રશ્ન થાય છે કે, જે કર્મ પિતાનાં પરિણામો કરતું હોય, અને જીવ પિતાનાં પરિણામો કરતો હોય, તે આત્મા કર્મ બાંધે છે કે કર્મનું ફળ ભોગવે છે એમ કેમ કરીને કહેવાય? તેનું સમાધાન આ પ્રમાણે છે:
૧. કઈ પણ દ્રવ્યનું સ્વાભાવિક સ્વરૂપે પારણુમન એ તેને પરિણામિક ભાવ કહેવાય.
૨. કર્મના બે પ્રકાર છે. વિવિધ રાગાદિરૂપે પરિણમવાની જે જીવગત ક્રિયા (જેને કારણે જડ કમ તેની સાથે બંધાય છે.) તે ભાવકર્મ; અને તેને પરિણામે બંધાતું જડ કર્મ. તે દ્રવ્યકર્મ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org