________________
દ્રવ્ય-વિચાર પરિણામ ઉપરથી ગણતા હેઈ, પરાધીન છે. કાંઈ પણ માપ વિના “મડું', “વહેલું' એવા વિભાગ ન સંભવે. અને એ માપ પુગલદ્રવ્યના ફેરફાર ઉપરથી મપાય છે, તેથી કાળ પરાધીન કહેવાય છે. [૫.૨૩-૬]
વ્યવહારમાં જે કાળ ગણાય છે, તે અલબત્ત જીવપુગલોનાં પરિણામ ઉપરથી ગણાય છે; પરંતુ કાળદ્રવ્ય પોતે તો, ઉપર જણાવ્યું તેમ છવ-પુગલોનાં પરિણામમાં કારણભૂત છે. વ્યવહારકાળ ક્ષણભંગુર છે; પરંતુ કાળદ્રવ્ય અવિનાશી છે. [૫.૧૦૦]
કાળદ્રવ્ય પ્રદેશરહિત છે; અર્થાત એક પ્રદેશમાત્ર છે. એક પરમાણુ આકાશના એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જાય, ત્યારે કાલાને “સમય” રૂપી પર્યાય પ્રગટ થાય છે. એ સમયપર્યાય તો ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે; પણ તેની પૂર્વે અને પછી જે દ્રવ્ય કાયમ રહે છે, તે કાલદ્રવ્ય છે. [પ્ર. ૨,૪૩,૪૭,૪૯]
૧. જે દ્રવ્યોને બહુ પ્રદેશ – વિસ્તાર – હોય, તેમને તિર્થંકપ્રચયવાળાં કહે છે. પ્રદેશોના સમૂહનું નામ જ તિર્યકપ્રચય. તેમાં વિસ્તાર– દેશ–નો ખ્યાલ છે. પરંતુ, ઊર્ધ્વપ્રચય એટલે કાળમાં લંબાવું – પરંપરા, સાતત્ય. તેમાં દેશને ખ્યાલ નથી પણું સાતત્યનો છે. કાળ સિવાયનાં દ્રવ્ય દેશમાં પણ વિસ્તરેલાં છે, તેમજ કાળમાં પણ વિસ્તરેલાં છે. પરંતુ કાળ પિતે દેશમાં વિસ્તરેલો નથી. તેનો વિસ્તાર પરંપરાસાતત્ય એ રીતને જ છે. તેમાં પણ અન્ય દ્રવ્યોના ઉદર્વપ્રચયનું નિમિત્તકારણુ કાળ છે; ઉપાદાન કારણ નહિ. પરંતુ કાળદ્રવ્ય પિતાના ઊર્વપ્રચયનું નિમિત્ત તેમજ ઉપાદાનકારણ પણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org