________________
રાહ
દ્રવ્ય-વિચાર
૪૩ માનવામાં આવે, તો લેકની મર્યાદા ન રહે, અને અલોક એવી વસ્તુ પણ મટી જાય. તેથી, આકાશથી ભિન્ન ધર્મ અને અધર્મને ગમન અને સ્થિતિનાં કારણભૂત માનવાં જોઈ એ.. ધર્મ, અધર્મ અને લોકાકાશ સમાન ક્ષેત્રમાં રહેલાં છે, તથા સમાન પરિમાણવાળાં છે, પરંતુ વસ્તુતાએ ભિન્ન છે. [૫.૯૦-૬] - ૨. ધર્મ એ દ્રવ્ય રસરહિત, વર્ણરહિત, ગંધ
રહિત અને સ્પર્શરહિત છે. તે આખા . લોકમાં વ્યાપેલું છે; અખંડ છે; સ્વભાવથી જ વિસ્તૃત છે; અને (પારમાર્થિક દૃષ્ટિએ અખંડ એક દ્રવ્ય હોવા છતાં, વ્યાવહારિક દૃષ્ટિએ) અસંખ્ય પ્રદેશયુક્ત છે. તે (ક્રિયાશીલ નથી; પરંતુ ભાવશીલ છે; એટલે કે) પિતાના “અગુરુલઘુ” (અમૂર્ત) અનંત પર્યાયે રૂપે હંમેશ પરિણામ પામ્યા કરે છે. તે કોઈનું કાર્ય નથી; અને ગતિક્રિયાયુક્ત જીવ અને પુદ્ગલ દ્રવ્યોને તેમની ગતિક્રિયામાં નિમિત્તકારણરૂપ છે.
જેમ પાણુ માછલીને ગમનક્રિયામાં અનુગ્રહ કરે છે, તેમ છવ–
પુલની ગતિમાં ધર્મદ્રવ્યનું નિમિત્તપણે સમજવું. ધર્મદ્રવ્ય જાતે ગમન નથી કરતું, કે અન્ય દ્રવ્યને ગમન કરાવતું પણ નથી. માછલીની પેઠે, તે તે દ્રવ્યની ગતિનું ઉપાદાનકારણ તો તે દ્રવ્ય પોતે જ છે. પરંતુ પાણી વિના જેમ માછલીની ગતિ ન સંભવે, તેમ ગતિમાન દ્રવ્યની ગતિ ધર્મદ્રવ્યને કારણે શક્ય બને છે.
૧. જુઓ પાનું ૪૧, નોંધ ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org