________________
ત્રણ રત્ન . ૫. પુદ્ગલ પુગલદ્રવ્ય ચાર પ્રકારનું છે. સ્કંધ,
- સ્કંધદેશ, સ્કંધપ્રદેશ અને પરમાણુ. સ્કંધ એટલે સમસ્ત પિંડ; તેને અર્ધો ભાગ તે દેશ; તેને પણ અર્ધો ભાગ તે પ્રદેશ; અને જેનો આગળ ભાગ ન થઈ શકે એવો વિભાગ તે પરમાણુ, [૫.૭૪-૫
સ્કર્ધ બે પ્રકારના છે. ઇકિયથી જોઈ શકાય તેવા – બાદર; અને ઇન્દ્રિયગોચર નહિ તેવા – સૂક્ષ્મ. તેમને પણ વ્યવહારમાં પુદ્ગલ કહે છે. તે બંનેના મળી કુલ છે વર્ગો છે, જેમનાથી આ ઐક્યની રચના થઈ છે. (૧) બાદરાબાદરઃ ભાગ્યા પછી જોડાઈ ન શકે તેવા – લાકડું, પથરે ઇ. (૨) બાદરઃ ભાગ્યા પછી ફરી જોડાઈ શકે તેવા – પ્રવાહી. (૩) સૂક્ષ્મબાદરઃ દેખવામાં ધૂલ હોય, પણ ભાગી ન શકાય કે હાથથી પકડી ન શકાય તેવા – તડકે, ચાંદની ૪૦. (૪) બાદરસૂમઃ સૂમ હોવા છતાં ઈથિી ગમ્ય – સ્પર્શ, રૂપ, રસ, ગંધ વગેરે. (૫) સૂક્ષ્મ : સૂક્ષ્મ, તેમજ દપ્રિયાગોચર; જેવા કે, કર્મવર્ગણા ઇ . (૬) સૂક્ષ્મસૂક્ષ્મઃ અતિ સૂક્ષ્મ – જેવા કે, કર્મવર્ગણાથી નીચેના અને કચણુક સુધીના. [૫.૭૬]
૧. જૈનો અંધકાર, છો, તડકો, ચાંદની એમને પણ પુગલરૂપ માને છે. તેની દલીલ માટે જુઓ આ માળાનું અંતિમ ઉપદેશ” પુસ્તક પા. ૧૭૧.
૨. કર્મને જેને સૂક્ષ્મ રજરૂપ માને છે. જીવ કર્મ બાંધે છે એમ કહેવાય છે, ત્યાં વસ્તુતાએ જ અમુક પ્રકારની રજ તેની સાથે ચેટે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org