________________
ત્રણ રત્ન અને એમાં કેટલુંક વજૂદ પણ છે. કારણ કે, તેમાં પારમાર્થિક દૃષ્ટિથી બધી ચર્ચા કરેલી છે, એટલે અનધિકારી પ્રાકૃત જનોને તે તેના કઈ કઈ ભાગો સામાજિક અને નૈતિક વ્યવસ્થાને ઉથલાવી નાખનારા લાગે. લેખકનો હેતુ વાચક ઉપર એ વસ્તુ ઠસાવવાનો છે કે, કર્મને સંબંધથી પ્રાપ્ત થતી મૂઢતાને કારણે ઘણા લોકોને આત્મભાન થતું નથી; તેથી દરેકે અનાસક્ત થઈને અજીવથી તદ્દન ભિન્ન એવું આત્માનું શુદ્ધ, બુદ્ધ અને મુક્ત સ્વરૂપ જાણવું જોઈએ. લેખક એમ માની લે છે કે, વાચક જૈન પરિભાષાથી પરિચિત છે. તેથી કોઈ વાર આત્માનું વાસ્તવિક સ્વરૂપ, તો કોઈ વાર કર્મબંધનું વાસ્તવિક સ્વરૂપ, તો કોઈ વાર કર્મબંધનને આવતું અટકાવવાના ઉપાય, એમ મહત્ત્વની બાબતો ઉપર તે પિતાનું અંતર વિના સંકોચે ઠાલવ્યાં કરે છે. કેઈ કઈ જગાએ તો આપણને એમ લાગ્યા વિના નથી રહેતું કે, લેખક બુદ્ધિથી પર એવી વસ્તુના અનુભવની કહાણું કહી રહ્યા છે. કેટલીક જગાએ કોનાં કેટલાંક ઝૂમખાં વિષયના ક્રમનો ભંગ કરીને દાખલ થઈ જાય છે. ત્યાં લાગ્યા વિના રહેતું નથી કે, કુંદકુંદાચાર્યો પરંપરામાંથી મેળવેલા કેટલાય કોને ગ્રંથમાં સામેલ કર્યા છે. ૮૫-૬ મા કમાં “દેકિરિયાવાદ” નો ઉલ્લેખ છે અને ૧૧૭, ૧૨૨ અને ૩૪૦ મા લેકમાં સાંખ્ય દર્શનને નામ દઈને ઉલ્લેખ છે, એ વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે. “સમયસારમાં કુલ ૪૧૫ અથવા ૪૩૮ શકે છે.
“પ્રવચનસાર' એ જન લોકોમાં બહુ પ્રસિદ્ધ ગ્રંથ છે, અને તેની નકલો દરેક દિગંબરી સંગ્રહમાં હોવાની જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org