________________
દ્રવ્ય-વિચાર સની વ્યાખ્યા કઈ પદાર્થ સત છે એમ કહીએ તેનો
અર્થ એ છે કે, તે પદાર્થ ઉત્પાદ–વ્યય-ધ્રૌવ્યાત્મક છે. સત્તા અથવા અસ્તિત્વ એટલે જ ઉત્પાદ-વ્યય–ધ્રૌવ્યાત્મક હોવું તે. [૫.૮] તેને અર્થ એ થયો કે, ઉપર જણાવેલાં છ દ્રામાંથી કોઈ દ્રવ્ય અપરિણામી એટલે કે ફૂટસ્થ-નિત્ય નથી; તેમજ માત્ર ક્ષણિક પણ નથી, પરંતુ પરિણામી-નિત્ય છે. આપણે જોઈએ છીએ કે, વસ્તુના ચાલુ પરિણામો નાશ પામે છે, નવાં ઉત્પન્ન થાય છે, અને છતાં વસ્તુ પિતે અમુક પ્રકારે કાયમ રહે છે. જેમ કે, સોનાનું કુંડળ મટી કડું થાય છે, ત્યારે કુંડળરૂપને નાશ થાય છે, કડારૂપની ઉત્પત્તિ થાય છે, અને છતાં તે દરમ્યાન સેનું દ્રવ્યરૂપે કાયમ રહે છે. તેમાં પણ સમજવાનું છે કે, દ્રવ્યની પોતાની ઉત્પત્તિ કે નાશ નથી થતો; પરંતુ તેને પર્યાની અપેક્ષાએ તે ઉત્પત્તિ, નાશ અને ધૃવત્વયુક્ત બને છે. બીજા શબ્દોમાં કહીએ તે, પોતાના સૈકાલિક વિવિધ ભાવરૂપે પરિણમતું હોવા છતાં દ્રવ્ય પતે તો નિત્ય રહે છે. આમ, દ્રવ્ય એક જ સમયે ઉત્પત્તિ, સ્થિતિ અને નાશરૂપ ભાવ સાથે સંમત હોય છે. અલબત્ત, ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ પર્યાયામાં રહેલાં હોય છે; પરંતુ તે પર્યાયે પણ દ્રવ્યના જ છે; એટલે દ્રવ્ય જ એ બધું થાય છે. [૫.૧૧,૬; પ્ર.૨,૮-૯,૧૨]
દ્રવ્યની વ્યાખ્યા કઈ પદાર્થ દ્રવ્ય છે એમ કહીએ તેને
' અર્થ એ કે, તે પોતાના વિવિધ પર્યાય (પરિણામ) રૂપે દ્રવે છે, અર્થાત્ તે તે પર્યાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org