________________
ત્રણ રસ્તે છે (ારંવ ), વગેરે સપ્તભંગી પ્રવેગ ઘટી શકે છે. બાકી, સત પદાર્થને નાશ નથી થતો અને અસતની ઉત્પત્તિ નથી થતી. ઉત્પત્તિ અને વિનાશ ગુણપર્યાની અપેક્ષાએ દ્રવ્યમાં કહેવાય છે. [૪.૨,૧૮-૨૩; ૫.૧૧-૨૧] અસ્તિકાય છે દ્રામાંથી જીવ, પુદ્ગલ, ધર્મ,
અધર્મ અને આકાશ એ પાંચ “અસ્તિકાય” પણ કહેવાય છે. જે પદાર્થ ગુણપર્યાયયુક્ત હોઈ, (ઉત્પાદ–વ્યય-ધ્રૌવ્યયુક્ત હોવારૂપ) અસ્તિત્વ સ્વભાવવાળા હોય, તથા અનેક પ્રદેશાત્મક હોય, તે અસ્તિકાય કહેવાય. [૫.૪-૫
૧. દરેક વસ્તુ અનંત ધર્મોયુક્ત હોવાથી, તેને માટે અમુક ધર્મની અપેક્ષાએ “સ્યાદ્ ”—આમ હોઈ શકે એવું જ કથન સંભવી શકે. અમુક ધર્મની અપેક્ષાએ કઈ વસ્તુને આપણે “છે” ( સ્થાતિ) એમ કહી શકીએ; તે જ પ્રમાણે અન્ય ધર્મની અપેક્ષાએ તે “નથી (શ્યામાપ્ત) એમ પણ કહી શકીએ. તથા તે બંને વિરોધી ધર્મો ઉપર અનુક્રમે ભાર મૂકી તે “છે અને નથી” (ચાસ્તિ , ચાત) એમ પણ કહી શકીએ; અને તે બંને વિરોધી ધર્મોને કમ વિના જ એક સાથે જ કહેવા જઈએ, તે તે વસ્તુને અવક્તવ્ય (ચારવવ્ય ) પણ કહી શકાય. ઉપરના ચારેચ પ્રકારોને એકબીજા સાથે ભેળવતાં બીજા નીચેના ત્રણ પ્રકારો નીકળી આવે : જેમકે ચાન્નતિ ચાવડ્ય; ચરિત ચાવવચ, અને ચારિત્તિ ચાન્નતિ ચાવજીગ્ય વિસ્તાર માટે જુઓ આ માળાનું “સંયમધર્મ પુસ્તક પા. ૩૬-૮.
૨. જેનો બીજો વિભાગ ન થઈ શકે એવા આકાશના અંશને “પ્રદેશ” કહે છે. એવા અનેક પ્રદેશને વ્યાપીને રહેલી વસ્તુને “અસ્તિકાય’ કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org