________________
ત્રણ રને
૩૨ શકતા નથી. માટે, શાસ્ત્રજ્ઞાન મેળવવાનો પ્રયત્ન સૌથી પ્રથમ કર જોઈએ. શાસ્ત્રજ્ઞાન વિનાને પુરુષ ને પિતાનું સ્વરૂપ સમજી શકે, કે ન પર પદાર્થોનું. અને જ્યાં સુધી પદાર્થોની સમજ તેને નથી, ત્યાં સુધી તે કર્મોને નાશ કેમ કરીને કરી શકે? [પ્ર. ૨,૩ર-૩]
પિતાનાથી અન્ય પદાર્થોમાં જીવને જે મૂઢભાવ, તેનું જ નામ મેહ. મેહયુક્ત જીવ અન્ય પદાર્થોમાં રાગ અથવા ઠેષ પામી શુભિત થાય છે, અને કર્મબંધન પામે છે. પદાર્થ જેવો હોય તેવો તેને ન સમજવો અથવા ઊલટે સમજો, અન્ય પ્રત્યે કરુણાને અભાવ, અને આસક્તિ –એ મેહનાં લક્ષણ છે. જિનશાસ્ત્ર વડે પ્રત્યક્ષાદિ પ્રમાણોથી પદાર્થોની યથાર્થ સમજ મેળવનાર મનુષ્યને મેહસમૂહ નિશ્ચય ક્ષીણ થાય છે. જે મનુષ્ય આત્માનું તેમજ તેનાથી ભિન્ન એવા અન્ય પદાર્થોનું વિવેકજ્ઞાન પ્રાપ્ત કરે છે, તે મેહ ક્ષય કરી શકે છે. [પ્ર.૧,૮૩-૬]
અન્ય ભૂતપ્રાણુઓને જેમ ઈદ્રિરૂપી ચહ્યું છે, તેમ સાધકને શાસ્ત્રરૂપી ચક્ષુ છે. વિવિધ ગુણે અને પરિણામે સહિત બધા પદાર્થોનું જ્ઞાન શાસ્ત્રમાં છે. પદાર્થોની જેની સમજ કે શ્રદ્ધા શાસ્ત્રપૂર્વક નથી, તેને અહીં સાચી સાધના સંભવી શકતી નથી. અને જેની સાધના સાચી નથી, તે મોક્ષમાર્ગ શાને? [પ્ર.રૂ,૩૪-૬]
૧. મૂળ: “સંયમ”. જૈન મોક્ષસાધના સંયમપ્રધાન હોવાથી, તેને માટે એ શબ્દ વારંવાર વપરાય છે.
૨. મૂળ: “મા” – મોક્ષ માટે શ્રમ કરનારે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org