________________
ત્રિશું રત્ન સૈદ્ધાંતિક ભાગ વધારે છે અને ઉપદેશને ભાગ ઓછો છે; પ્રવચનસારમાં સૈદ્ધાંતિક ભાગ જરા ગૌણ બની, સાધનામાગને ભાગ પ્રધાન થાય છે; અને “સમયસારમાં તે સૈદ્ધાંતિક ભાગ છે જ નહિ એમ કહીએ તો પણ ચાલે. એટલે, એક પુસ્તકમાં સળંગ ક્રમમાં પ્રાથમિક સૈદ્ધાંતિક ભાગ અને અંતિમ પરિપૂર્ણ દશા તથા તેની સાધનાનું વર્ણન સાથે સાથે મૂકવાથી જરા અનૌચિત્ય થાય છે. સમયસાર ગ્રંથ વિશિષ્ટ અધિકારી માટે જ છે, એવી તે પરંપરા પણ છે. એ ગ્રંથનાં મંતવ્યો અને વક્તવ્યોને પંચાસ્તિકાય’ના શરૂઆતના સૈદ્ધાંતિક ભાગ સાથે ભેગાં મૂકવાં એ જરૂર અજુગતું લાગે છે. પરંતુ તેમાં એક જ સમાધાન રહે છે કે, પરંપરા જ તે ત્રણે ગ્રંથને એક સંગ્રહ રૂપ ગણે છે અને તેમને “રત્નત્રય” એ ભેગે ઉલ્લેખ કરે છે.
૪. કુંદકુંદાચાર્યનું વેદાંત આ પુસ્તકના જે અગત્યના ભાગો છે, તેમાં એવું કાંઈ નથી કે જે શ્વેતાંબર કે સ્થાનકવાસીને અથવા બ્રાહ્મણ કે બૌદ્ધ સંપ્રદાયીને અસ્વીકાર્ય લાગે. ઊલટું, એક રીતે એમ જરૂર કહી શકાય કે, કુંદકુંદાચાર્યના ગ્રંથ જૈન દર્શન અને વેદાંત તથા સાંખ્ય દર્શન વચ્ચેનું લાંબું અંતર ઘણે અંશે ઓછું કરી આપે છે. આપણે જીવ અને કર્મને સંબંધ વિષેની એક જ બાબત લઈએ. છવકમને
જૈનદર્શનમાં સામાન્ય રીતે જીવને કર્તા સંબંધ તથા ભક્તો માનવામાં આવ્યું છે. જીવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org