________________
ઉપઘાત
૨૫ તેમાંથી નિવૃત્ત થઈ જાય છે. તે સમજે છે કે, હું તે એક છું, શુદ્ધ છું, નિર્મળ છું, તથા જ્ઞાનધન છું.” [સ૮-૭૪]
છેવટે તો તે સ્પષ્ટ કહી દે છેઃ “વ્યવહારદષ્ટિવાળા કહે છે કે, જીવને કર્મ બંધાય છે, તેમજ સ્પર્શે છે; પરંતુ શુદ્ધ દષ્ટિવાળા કહે છે કે, જીવને કર્મ નથી બંધાતું કે સ્પર્શતું. પરંતુ એ બધા દૃષ્ટિઓના ઝઘડા છે. આત્મા તો એ વિકલ્પોથી પર છે; અને તે જ “ સમયસાર' ગ્રંથનો મત છે. અને એને જ સમ્યગદર્શન કે જ્ઞાન કહી શકાય.” [સ.૧૪૧ ઈ. ]
એ ઉપરથી એમ નથી સમજવાનું કે, કુંદકુંદાચાર્ય જૈનધર્મને સિદ્ધાંત છેક છેડી દે છે. કારણ કે, તેમ થાય તે તેમની સામે પણ સાંખ્યવેદાંત સામે જે આક્ષેપ થાય છે, તે આવીને ઊભા રહે. એટલે તે જરૂર કહે છે કે,
જીવ પણ જાતે ક્રોધાદિરૂપે પરિણામ પામી કર્મમાં બંધાત ન હોય, તો તે અપરિણમી ઠરે, અને સાંખ્યસિદ્ધાંતની પેઠે સંસારાભાવ વગેરે દોષ આવીને ઊભા રહે. . . . માટે જીવ પિતે જ ક્રોધભાવે પરિણમી ક્રોધરૂપ થાય છે એમ સમજવું જોઈએ. [સ.૧૨૧ ઇ.]
પરંતુ તે તરત ઉમેરે છે કે, “તેમાં સમજવાનું એટલું કે, જ્ઞાનીના ભાવ જ્ઞાનમય હોય છે અને અજ્ઞાનીના અજ્ઞાનમય હોય છે; તથા અજ્ઞાનમય ભાવને કારણે અજ્ઞાની કર્મબંધન કરે છે; પરંતુ જ્ઞાની નથી કરતો. જ્ઞાનમય ભાવથી જ્ઞાનમય ભાવ જ ઉત્પન્ન થાય છે, અને અજ્ઞાનમય ભાવથી અજ્ઞાનમય ભાવ ઉત્પન્ન થાય છે...જીવને અતત્ત્વનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org