________________
ત્રણ રત્ન માન અને તવનું અભાન એનું જ નામ અજ્ઞાન.” સ.૧૬,૧૩ર ઈ.]
અનાદિ કાળથી પિતાની સાથે બંધાયેલા મેહનીય કર્મને કારણે, વાસ્તવિક રીતે શુદ્ધ અને નિરંજન એવો જીવ મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિભાવ એવા ત્રણ ભાવે પરિણામ પામતો આવ્યો છે. તે પરિણામને નિમિત્તે પાછું પુદ્ગલ દ્રવ્ય કર્મરૂપે પરિણામ પામી જીવ સાથે બંધાય છે; અને એ કર્મને નિમિત્તે પાછો જીવ વિવિધ વિભાવો રૂપે પરિણમે છે.” [૩.૮૯ ૦] “જ્યાં સુધી જીવન જ્ઞાનગુણ હીન એટલે કે સકષાય હોય છે, ત્યાં સુધી તે વિવિધ ભિન્ન પરિણામે પામ્યા કરે છે, પરંતુ જ્યારે તે તેને ત્યાગ કરી સમ્યક્ત્વને પામે છે, ત્યારે વિભાવ પરિણમે બંધ પડી, કર્મબંધન થતું નથી. [સ.૧૭૨] જ્ઞાનીઓએ કર્મનાં પરિણામ વિવિધ કહ્યાં છે; પરંતુ તે કર્મોને કારણે થતા ભાવ એ મારું સ્વરૂપ નથી; હું તો એક ચેતનસ્વરૂપ છું. રાગ એ તો જડ કર્મ છે; તેને પરિણામે આ રાગભાવ પિદા થાય છે. પરંતુ તે કાંઈ ભારે ભાવ નથી. હું તે એક ચેતનસ્વરૂપ છું. એ પ્રકારે જ્ઞાની વસ્તુનું તાવ જાણતો હોવાથી, વિવિધ ભાવોને કર્મનાં પરિણામ જાણું તજે છે.” [સ.૧૯૭ ઇ.]
એટલે અંતે તો વેદાંતનું “અજ્ઞાન” કે “અવિદ્યા અને સાંખ્યને “અવિવેક જ આવીને ઊભો રહ્યો. અલબત્ત, એ અજ્ઞાન દશામાં પણ સાંખ્ય કે વેદાંત એ વિભાવોને પુરુષના” કે “આત્માના” નહીં કહે; ચિત્ત કે અંતઃકરણના જ કહેશે. જ્યારે, જૈનદર્શન એ વિભાવોને અજ્ઞાનથી પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org