________________
ઉપઘાત.. લખ્યો હતો. તે શિવકુમાર રાજા કોણ તે બાબતમાં ઘણે મતભેદ છે. દક્ષિણના પલ્લવવંશમાં શિવસ્કંદ નામે રાજા થઈ ગયો છે. સ્કંદ એટલે કે કાર્તિકેય શિવના કુમાર હતા. એટલે તે બે નામે વચ્ચે ખાસ ભેદ નથી રહેતો. પલ્લવોની રાજધાની કેળપુરમાં હતી અને તેઓ વિદ્યાના અને વિદ્વાનોના આશ્રયદાતા હતા તેવી તેમની ખ્યાતિ છે. વળી કાંજીપુરમના શિવકુંદવર્મા રાજાનું એક દાનપત્ર મળી આવે છે, તે પ્રાકૃત ભાષામાં છે અને તેની શરૂઆતમાં “સિદ્ધમ ' એવો શબ્દ છે. તેથી તે રાજા જન હોય એવી કલ્પના કરી શકાય છે. ઉપરાંત, તેના દરબારની ભાષા પ્રાકૃત હતી એવું બીજા અનેક પ્રમાણથી સિદ્ધ કરી શકાય છે. તેથી કુંદકુંદાચાર્યે તે રાજા માટે પિતાનો ગ્રંથ લખ્યો હોય એમ માની શકાય. પલ્લવરાજાઓની વંશાવળી મળતી હોવા છતાં, તેઓ ક્યા સમયમાં થઈ ગયા તે નિશ્ચિત નથી. એટલે એ તરફથી આપણને કાલનિર્ણયની બાબતમાં ખાસ મદદ મળે તેમ નથી. પરંતુ, એટલું તો કહી શકાય કે, કુંદકુંદાચાર્યનો શિષ્ય રાજા પલ્લવવંશને કેાઈ રાજા હોય એમ બનવાનો વધારેમાં વધારે સંભવ છે.
છે. ઉપરાંત રાજા જૈન હોય સિદમ
શ્રીકુંદકુંદાચાર્યનાં કુંદકુંદાચાર્યનાં બીજાં નામો વિષે ઘણું નામ ઉલ્લેખો મળે છેઅને તે ઉપરથી તેમના
- કાલનિર્ણયની ચર્ચાને કાંઈ ટેકે મળી શકે છે કે કેમ, તે હવે આપણે જોઈએ. પંચાસ્તિકાયની ટીકામાં જયસેન જણાવે છે કે, કુંદકુંદનું બીજું નામ પદ્મનંદી હતું. પરંતુ ૧૪ માં સૈકા પછીનાં લખાણમાં કુંદકુંદાચાર્યનાં પાંચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org