________________
• ત્રણ નામે વર્ણવવામાં આવે છે. જેમકે, ઈ. સ. ૧૩૮૬ના વિજયનગરના એક લેખમાં તેમનાં આ પ્રમાણે પાંચ નામ આપ્યાં છેઃ પદ્મનંદી, કુંદકુંદ, વક્રગ્રીવ, એલાચાર્ય અને ગૃધ્રપિચ્છ. આમાંથી પદ્મનંદી એ તે કુંદકુંદાચાર્યનું બીજું નામ હતું, એ ઘણે અંશે નિર્વિવાદ છે. તેમજ વક્રગ્રીવ અને
બ્રપિચ્છ એ બે નામે તેમનાં નથી, પણ ભૂલથી તેમનાં માનવામાં આવ્યાં છે, એ પણ નિર્વિવાદ છે. ગૃધ્રપિચ્છ તો તત્ત્વાર્થસૂત્રના રચયિતા ઉમાસ્વાતિનું જ નામ છે; અને વક્રગ્રીવાચાર્ય એ નામની જુદી વ્યક્તિ જ છે અને તેમને અને કુંદકુંદાચાર્યને કશે સંબંધ માની શકાય તેમ નથી. હવે માત્ર એલાચાર્ય એ નામ જ એવું રહે છે કે, જે નામ કુંદકુંદનું હતું કે નહોતું તે વિષે ખાતરીપૂર્વક કહી શકાતું નથી. જૈન પરંપરા દક્ષિણના પ્રસિદ્ધ તામિલ ગ્રંથ ‘કુરલ ના લેખક તરીકે એલાચાર્ય નામના જૈન સાધુને જણાવે છે. અને તેથી કેટલાક કુંદકુંદાચાર્યને જ કુરલ ગ્રંથના લેખક માને છે. કુરલગ્રંથ ઈ. સ. ના પહેલા સૈકામાં રચાયેલું મનાય છે. હવે જે કુંદકુંદાચાર્ય એ ગ્રંથના લેખક સિદ્ધ થાય, તે તેમને સમય પણ ઈ. સ. ના પહેલા સૈકામાં આવીને ઊભો રહે. એટલું જરૂર કહી શકાય કે, ઈસવી સનના પહેલા સૈકાના અરસામાં સંજોગો એવા હતા ખરા કે, જેથી કુંદકુંદાચાર્ય જેવો સમર્થ લેખક જૈન પરિભાષા કે સિદ્ધાંત વિનાને ધાર્મિક ગ્રંથ ત્યાંની ભાષામાં જ લખવા પ્રેરાય. ઈ. સ. પૂર્વે ત્રીજા સૈકામાં ભદ્રબાહુના
*જુએ “સ્ટડીઝ ઇન સાઉથ ઇન્ડિયન જેનિઝમ” પ. ૪૦ ઇ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org