________________
ઉદઘાત . કારણોને લીધે તે નિર્ણય સ્વીકારી શકાતા નથી. જૈન દંતકથા કે પરંપરામાં ક્યાંય એવું પ્રમાણ મળતું નથી, કે જેથી કુદકુંદાચાર્યને ભદ્રબાહુના સમકાલીન ગણી શકાયઊલટું, જે કાંઈ પરંપરાઓ ઉપલબ્ધ છે, તેઓ તે તે નિર્ણયથી જુદી પડે છે. એટલે કુંદકુંદાચાર્યને ભદ્રબાહુના પરંપરાશિષ્ય ગણવા જોઈએ. સાહિત્યમાં એવું ઘણું વાર બને પણ છે. જેમકે “ઉપમિતિભવપ્રપંચકથા'ના લેખક સિદ્ધર્ષિ (ઈ. સ. ૯૦૬) હરિભદ્રને પિતાના
ધર્મપ્રબોધકર ગુરુ' કહે છે. પરંતુ બીજા વિશ્વસનીય પ્રમાણેથી નિશ્ચિત થઈ ગયેલું છે કે, તેઓ સમકાલીન નહેતા; કારણ કે, હરિભદ્ર તે આઠમા સૈકાની અધવચ પછીના ગાળામાં થઈ ગયા છે. કુંદકુંદાચાર્ય પિતાને ભદ્રબાહુના શિષ્ય તરીકે ઓળખાવે છે તેનું એક કારણ આ હોઈ શકે કે, ભદ્રબાહુ જ દક્ષિણમાં ગયેલા સંઘના આગેવાન અને નેતા હતા. દક્ષિણનો સંઘ તેમના મૃત્યુ બાદ, પિતાના બધા ધાર્મિક જ્ઞાનને તેમની મારફત જ પ્રાપ્ત થયેલું ભાને, તો તેમાં નવાઈ પામવા જેવું નથી. એટલે, કુંદકુંદાચાર્ય પણ પિતાનું બધું જ્ઞાન ભદ્રભાડુ મારફત જ પ્રાપ્ત થયેલું માનીને, પોતાને તેમના શિષ્ય માને એમ બનવા જોગ છે. કાલનિર્ણય પટ્ટાવલીઓને આધારે જૈનોમાં પરંપરા
ગત માન્યતા એવી છે કે, કુંદકુંદાચાર્ય આચાર્યપદે ઈ.સ. પૂર્વે ૪માં ૩૩ વર્ષની વયે આવ્યા; અને બાવન વર્ષ આચાર્યપદે રહી, ૮૫ વર્ષની આસપાસમાં નિર્વાણ પામ્યા. જુદી જુદી પટ્ટાવલીઓમાં વર્ષની વિગતોમાં ફેરફાર છે. જેમકે, એક પદાવલીમાં તે ઈ. સ. ૯૨માં (વિ. સં. ૧૪૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org