________________
ઉપદઘાત કે ઈ. સ. પૂર્વે ૨૯૭નો ગણાય છે. તે અરસામાં અશોકનો પિતામહ ચંદ્રગુપ્ત મૌર્ય મગધની રાજગાદીએ હતો. તેના રાજ્યકાળમાં મગધમાં બાર વર્ષનો કારમે દુકાળ પડ્યો. તે વખતે ત્યાં મેટા સાધુસંઘનું ધારણપષણ સહેલાઈથી નહિ થઈ શકે એમ માની, ભદ્રબાહુ કેટલાક અનુયાયીઓને લઈને દક્ષિણમાં કર્ણાટ દેશમાં ચાલ્યા ગયા. આ બનાવ દક્ષિણમાં જૈનધર્મના પ્રચારનું તેમજ જનસંઘના દિગંબર–વેતાંબર એવા બે વિભાગનું કારણ થયો. મગધમાં બાકી રહેલા સાધુઓના નાયક સ્થૂલભદ્ર બન્યા. બાર વર્ષ જેટલા એ લાંબા ગાળામાં ઉત્તરમાં રહેલા અને દક્ષિણમાં ગયેલા સના આચારવિચારમાં તફાવત પડી ગયે. એમ કહેવાય છે કે, દુકાળના વખતમાં ઉત્તરમાં રહેલા સાધુઓને પિતાના ઘણું કઠોર આચાર–નિયમોને ત્યાગ કરવો પડ્યો. એમ પણ કહેવાય છે કે, દક્ષિણમાં ચાલ્યા જનારા સાધુઓનો મુખ્ય ઉદ્દેશ દુકાળના કારમા વખતમાં પિતાને વ્રતનિયમનો ભંગ ન થાય એ જ હતું. એટલે, દક્ષિણમાં જનારા સાધુઓ નગ્નત્વ વગેરે આચારેને બરાબર સાચવી શક્યા, જ્યારે ઉત્તરમાં રહેનારાઓને સ્થળ-કાળને અનુસરી
શ્વેત વસ્ત્ર પહેરવાની છૂટ લેવી પડી. આ વસ્તુ દિગંબર (દિશારૂપી વસ્ત્રવાળા એટલે કે નગ્ન) અને શ્વેતાંબર (સફેદ વસ્ત્રવાળા) એવા બે વિભાગનું મુખ્ય કારણ બની એમ કહી શકાય. એવા બે સ્પષ્ટ વિભાગે તો પછીથી વાસ્વામીના શિષ્ય વજનના સમયમાં (ઈ. સ. પૂર્વે ૭૦ કે ૮૨માં) પડ્યા એમ કહેવાય છે. જો કે, એવો કાંઈક વિચ્છેદ જૈનસંઘમાં પહેલેથી જ ચાલતે આવ્યા હતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org