________________
૧૨
તપસ્યા અને નિગ્રહ પૈફનુશિયસ પોતાના શિષ્યોને ઉપદેશ આપવામાં અને વિવિધ તપસ્યાઓમાં પોતાનું જીવન ગાળતો. પવિત્ર-શાસ્ત્રનાં સુવાક્યો ઉપર તે ઘણી વાર ચિંતન-મનન કર્યા કરતો અને તેમના બાહ્ય અર્થ પાછળ છુપાયેલ રૂપકના ગૂઢાર્થનો ફોટ કરવાની બાબતમાં તે ઘણો પાવરધો હતો.
આમ, તે જુવાન હતો તેમ છતાં, સાધનાની બાબતમાં ઘણો આગળ વધેલો હતો. સાધુ-તપસ્વીઓ ઉપર તુચ્છકારપૂર્વક હુમલા કરનારાં આસુરી સર્વી તેની નજીક ટૂંકવાની પણ હિંમત કરી શકતાં નહિ. રાતે સાત નાનાં શિયાળવાં, કાન ઊંચા કરી, ચંદ્રના પ્રકાશમાં તેની ઝૂંપડી બહાર, હાલ્યા ચાલ્યા વિના ચૂપ બેસી રહેતાં. તે સાતેય શિયાળો ખરી રીતે સાત અસુર હતાં. પરંતુ ઍફનુશિયસના સતના કારણે, તેઓ ઝૂંપડીનો ઊમરો ઓળંગી અંદર દાખલ થઈ શકતાં ન હતાં, એમ મનાતું.
ઍફશિયસ મૂળે એલેકઝાન્ડ્રિયાનાં ખાનદાન માતપિતાને ત્યાં જન્મ્યો હતો. તેઓએ તેને બધી ભૌતિક વિદ્યાઓની તાલીમ અપાવી હતી. કવિઓનાં સાહિત્ય-જૂઠાણાંથી પણ તે એક વાર ખેંચાયો હતો, અને શરૂઆતના દિવસોમાં તો તે પંડિત-ફિલસૂફો સાથે ઈશ્વરનું સ્વરૂપ, તેના ગુણો અને તેના અસ્તિત્વ બાબત પણ ચર્ચાઓ કરતો. પછી તો તેણે, બિન-ધર્મો નાસ્તિકોની રીતે, ભોગવિલાસનું જીવન જ આદર્યું હતું. તે પોતાના એ પૂર્વજીવનની વિગતોને શરમ અને ત્રાસની લાગણી સાથે જ યાદ લાવી શકતો.
તે પોતાના તપસ્વી-બંધુઓને કહેતો, “તે દિવસોમાં હું વિવિધ ભોગવિલાસોના ચરુમાં સિઝાતો હતો.”
એ પ્રમાણે વીસ વર્ષની ઉંમરનો થયો, ત્યાં સુધી તે એ જમાનાના ચાલુ વિલાસી જીવનમાં મશગૂલ રહ્યો. છેવટે મૅક્રિનસબુવાના ઉપદેશોથી પલટાઈને તે નવો માણસ બની રહ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org