________________
૨૮
તપસ્યા અને નિગ્રહ મારા પિતાની જેમ વહાણોના માલિક – મોટા વહાણવટી હતા. જોકે હું તો પહેલેથી જ્ઞાન પાછળ પડ્યો હતો,– ધન પાછળ નહિ. - “મારા પિતાએ મારા મોટાભાઈને તિમિસા નામની એક કૅરિયન સ્ત્રી સાથે પરાણે પરણાવ્યો હતો. મારા ભાઈને તે બાઈએ એટલો દુ:ખી કરી મૂકયો હતો કે, મારા ભાઈ માટે તેની સાથે રહેવું અશક્ય થઈ પડયું હતું. દરમ્યાન તે સ્ત્રીએ અમારા નાનાભાઈને પણ પોતાની ચુંગલમાં લીધો હતો. તે તો ભાભી પાછળ જાણે ગાંડો જ થઈ ગયો હતો. જોકે, એ સ્ત્રી ખરી રીતે તો એ બંને ભાઈઓને સરખા જ ધિક્કારતી હતી; કારણ કે, તે ત્રીજા જ માણસને – એક બંસીવાદકને ચાહતી હતી, અને રોજ તેને પોતાના શયનકક્ષમાં નોતરતી હતી.
“એક વખત પેલો બંસીવાદક પાછો જતી વખતે પોતાનો હાર પેલીની પથારી ઉપર ભૂલી ગયો. મારા બંને ભાઈઓ એ હારને ઓળખતા હતા; કારણ કે, ઉજાણીઓ વખતે તે બંસીવાદક આ હાર ખાસ પહેરતો. બંને જણા ખૂબ ગુસ્સે થઈ ગયા અને તેઓએ પેલાને શોધી કાઢી ચાબુક મારી મારીને પૂરો કર્યો. અંતકાળે પેલો દયા માટે આજીજી કરતો એવા પોકારો કરતો હતો તથા આંસુ વહાવતો હતો કે ન પૂછો વાત. મારી ભાભી તો એના યારનો એ માર જોઈને ગાંડી જ બની ગઈ. પછી મારા બંને ભાઈઓ પણ આ કિસ્સાને કારણે ગાંડા બની ગયા.
એ ત્રણે ગાંડાં કૉસના કિનારાઓ ઉપર વરુની પેઠે ચીસો પાડતાં અને મોંએ ફીણના ગોટા લાવતાં આમથી તેમ રવડ્યા કરતાં. છોકરાં તેમના ઉપર શંખ-છીપલાં ને કાંકરા વરસાવતાં અને તેમનો હુરિયો બોલાવતાં તેમની પાછળ દોડ્યા કરતાં. થોડા વખત બાદ તે ત્રણે જણ એક પછી એક મરી ગયાં; ત્રણેયને મારા પિતાએ પોતાને હાથે દાટયાં.
ત્યાર બાદ મારા પિતાની હોજરી છેક જ મંદ પડી ગઈ. એ મંદાગ્નિથી એક કોળિયો અન્ન પણ તેમનાથી ખાઈ શકાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org