________________
૪૦
તપસ્યા અને નિગ્રહ તોય સારું, એમ તેને થયું. પણ પૃથ્વી તો કંઈ ફાટી નહિ, અને નિસિયાસ પણ પોતાના ગત યૌવનની સ્મૃતિઓ તાજી કરી ખિન્નતાપૂર્વક હસતો હસતો કપાળે હાથ મૂકી, તેની સામે જ ચૂપ બેસી રહ્યો.
ઍફનુશિયસ હવે ઊડ્યો અને ગંભીર અવાજે બોલ્યો
“તો હે નિસિયાસ, તું હવે જાણી રાખ કે, ઈશ્વરની સહાય અને કૃપાથી હું એ જ થાઈને દુનિયાની પાપી પ્રીતમાંથી છોડાવી લઈ, ઈશુ ખ્રિસ્તને પ્રેમસખી તરીકે સમર્પશ: હું જો જીવતો રહ્યો, તો એ સ્ત્રીને આ શહેરની પાપી ચુંગલમાંથી હંમેશ માટે આંચકી લઈ, તેને સાધ્વીઓના મઠમાં દાખલ કરીને જ જંપીશ.”
“જોજે ભાઈ, એમ કરતાં કામદેવને* ગુસ્સે ન કરી બેસતો! તે બહ પ્રબળ દેવ છે; અને થાઈ જેવા તેના મહા-બાણને તું તેના હાથમાંથી ઝૂંટવી લેવા તાકીશ, તો તે બહુ કારમી સજા તને કરશે.”
ઈશ્વર મારું રક્ષણ કરશે! તે જ મારા અંતરને પ્રકાશિત કરો! તથા અજ્ઞાન-કૂપમાંથી તારો પણ ઉદ્ધાર કરો!”
આટલું કહી તે તરત કમરા બહાર જવા લાગ્યો. નિસિયાસ તેની પાછળ દોડી ગયો અને છેક ઊમરા આગળ તેને પકડી પાડીને, તેના ખભા ઉપર હાથ મૂકી, કાનમાં ધીમેથી બોલ્યો –
“ભાઈ, કામદેવ સાથે બાકરી બાંધવા ન જઈશ; એ બહુ કારમી વેરવૃત્તિ રાખનારો દેવ છે.”
ઍફનુશિયસ એ તુચ્છ શબ્દો તરફ છેક તિરસ્કારનો ભાવ દાખવતો, પાછું વળીને જોયા વિના જ ચાલતો થયો. તેને નિસિયાસ ઉપર ધૃણા આવી ગઈ હતી. આ તેના પૂર્વમિત્રે થાઈને ભોગવી હતી! બીજી કોઈ સ્ત્રી સાથે તેણે એ પાપકર્મ કર્યું હોત, તો તેને આટલું બધું ન લાગત; પરંતુ થાઈની સાથે! એ તો તેને દુષ્ટતાની અવધિ
* મૂળમાં વિનસ છે, તે કામ-સૌંદર્યની રોમન દેવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org