________________
સંત ઍન્થનીની વિદાય
૧૬૫ દુરાચારોના ઉકરડા ઉપર તારા સદ્ગુણોનું સુંદર કમળ ખીલી
રહ્યું છે!”
આમ સૌને તેમણે અભિનંદન અને આશીર્વાદના શબ્દો કહ્યાં.
પેફનુશિયસ તેમને પાસે આવતા જોઈ, એકદમ ઘૂંટણિયે પડ્યો. તેનું હૃદય ભય અને આશા વચ્ચે રહેંસાઈ જતું હતું.
પિતાજી! પિતાજી!” ફાટી પડતા અવાજે તે રડી ઊઠ્યો; “પિતાજી, મારી મદદે ધાઓ! હું બરબાદ થઈ રહ્યો છું!– જોકે, મેં પરમાત્માને થાઈનો આત્મા સમપિત કર્યો છે; મેં એક સ્તંભ ઉપર તથા કબરની અંદરના ઓરડામાં વાસ કર્યો છે; તથા કલ્પાન્ત કરતાં ફરસ ઉપર પછડાતું અને સતત પડી રહેતું મારું કપાળ ઊંટના ઢીંચણ જેવું આંટણવાળું થઈ ગયું છે,–છતાં પરમાત્મા મારાથી વિમુખ જ રહ્યા છે પિતાજી, હવે તમે મારા ઉપર કૃપા કરો !”
સંત ઍન્થનીએ કશો જવાબ ન આપ્યો. તેમણે ઍન્ટિનો મઠના સાધુઓ ઉપર પોતાની તીવ્ર નજર ફેરવી–જે નજરનો સામનો કરવાની કોઈ માણસની તાકાત નહોતી. તેમણે મૂરખરાજ કહેવાતા પૉલ ઉપર પોતાની નજર ઠેરવીને તેને પોતાની પાસે આવવા નિશાની કરી. એ ગાંડાને આટલું મહત્ત્વ અપાતું જોઈ સૌ આશ્ચર્યચકિત થઈ ગયા. પરંતુ સંત ઍન્થનીએ કહ્યું
તમો સૌ કરતાં પરમાત્માએ આને વધુ કૃપા બક્ષી છે. બેટા પૉલ, તારી આંખો ઊંચી કર, અને સ્વર્ગમાં તને જે દેખાતું હોય તે બોલવા માંડ!”
મૂરખ પૉલે આકાશ તરફ નજર ઉઠાવી; અચાનક તેનો ચહેરો દેવી પ્રભાથી ઝળકી ઊઠયો અને તેની જીભ છૂટી :
“સ્વર્ગમાં મને એક સુંદર શય્યા તૈયાર થઈ રહેલી દેખાય છે. તેની આસપાસ સોનેરી તાર જળાંહળાં થઈ રહ્યા છે. ત્રણ કુંવારિકાઓ તે પથારીની ચોકી કરી રહી છે, તેથી જે જીવાત્મા માટે તે તૈયાર થાય છે, એ સિવાય બીજો કોઈ આત્મા તેની પાસે પહોંચી ન જાય.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org